Yashasvi Jaiswal : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રીજી ટી-20 રમાઈ રહી છે. આ મેચમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ કર્યુ છે. આ પહેલા ટેસ્ટ સીરિઝમાં પણ તેણે વિન્ડિઝ સામે ડેબ્યૂ કર્યુ હતું. ટેસ્ટ ડેબ્યૂ મેચમાં જ તેણે સદી ફટકારી હતી.
ભારતીય ટીમઃ ભારતીય ટીમમાં સંજુ સેમસનને વધુ એક મોકો આપવામાં આવ્યો છે. ઈશાન કિશનને આજે પડતો મુકવામાં આવ્યો છે.
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(સી), સંજુ સેમસન(વિકેટકિપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર
વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ વેસ્ટ ઈન્ડિઝે જેસન હોલ્ડરને પડતો મૂક્યો છે.
બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકિપર), રોવમેન પોવેલ (સી), શિમરોન હેટમાયર, રોમારીયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકેલ હોસીન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય
ભારત વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝ T20 ઈન્ટરનેશનલ હેડ ટુ હેડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 17 અને વેસ્ટ ઈન્ડિઝે 9 મેચ જીતી છે. તે જ સમયે, બંને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે. ટીમ ઈન્ડિયા હેડ ટુ હેડમાં વેસ્ટ ઈન્ડિઝ કરતા ઘણી આગળ છે.
ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી પાછળ છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ મેચમાં ભારતને 4 રને હરાવ્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાને બીજી મેચમાં 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે જો ભારતીય ટીમ આજે મેચ હારી જશે તો સિરીઝ પણ હાથમાંથી નીકળી જશે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે.
Car loan Information:
Calculate Car Loan EMI