India Tour of WI:  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વેસ્ટ ઈન્ડિઝના  પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા વિન્ડીઝ પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 રમશે. વિન્ડીઝ પ્રવાસ ભારતના આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલની  શરૂઆત થઈ જશે.  







ભારતીય ખેલાડીઓ માટે એક મહિનાનો બ્રેક


ભારતીય ટીમને WTC ફાઈનલ બાદ લગભગ એક મહિનાનો બ્રેક મળ્યો છે. 12 જુલાઈથી ડોમિનિકામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. બીજી ટેસ્ટ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે.  27 જુલાઈથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ અને બીજી ODI (29 જુલાઈ) બાર્બાડોસમાં રમાશે, જ્યારે ત્રીજી ODI 1 ઓગસ્ટે ત્રિનિદાદમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝ માટે ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે.


ટી-20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 3 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ ટી20 ત્રિનિદાદમાં, બીજી ટી20 6 ઓગસ્ટે ગયાનામાં, ત્રીજી ટી20 8 ઓગસ્ટે ગયાનામાં, ચોથી ટી20 12 ઓગસ્ટે ફ્લોરિડામાં અને પાંચમી ટી20 13 ઓગસ્ટે ફ્લોરિડામાં રમાશે. એટલે કે યુએસએમાં પણ બે T20 રમાશે. આગામી T20 વર્લ્ડ કપ એટલે કે 2024 T20 વર્લ્ડ કપ માત્ર વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં જ રમાશે.


ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે


માનવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝ માટે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. આગામી WTC ફાઈનલ 2025માં રમાશે. આવી સ્થિતિમાં નવા ખેલાડીને તૈયાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખરાબ પ્રદર્શનના કારણે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. આ સાથે જ તેમના સ્થાને યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમારને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.  વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝ માટે ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે.