Indian vs West Indies T20I: ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાવવાની છે. ભારતીય ટીમ આવતા મહિને (જુલાઈ) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ રમશે. આ ટૂર પહેલા ભારતની ટેસ્ટ અને ટી20 ટીમમાં કેટલાય મોટા ફેરફારની વાત સામે આવી છે. ટેસ્ટની સાથે સાથે ટી-20 સીરીઝમાં પણ યુવા ખેલાડીઓને સામેલ કરવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. આમાં ખાસ કરીને ટી20 સીરીઝમાં મોટો ફેરફાર થઈ શકે છે. ખરેખરમાં, T20 ટીમમાં શુભમન ગીલની જગ્યાએ આઇપીએલમાં ધોનીની ટીમમાંથી ઓપનિંગ કરનારો ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી શકે છે.


ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડે ભારત માટે અત્યાર સુધીમાં 9 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેને 135 રન બનાવ્યા છે, અને ગાયકવાડનો હાઈએસ્ટ સ્કૉર 57 રનનો રહ્યો છે. IPL 2023માં ગાયકવાડે ચેન્નાઈ તરફથી રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.


તેને 16 મેચની 15 ઇનિંગ્સમાં 42.14ની એવરેજ અને 147.50ની સ્ટ્રાઇક રેટથી 590 રન બનાવ્યા હતા. આવામાં તેને ભારતીય ટીમમાં વધુ એકવાર તક આપવામાં આવી શકે છે. તેને પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ લગભગ એક વર્ષ પહેલા 26 જૂન, 2022એ આયર્લેન્ડ સામે રમી હતી.


કેમ બહાર થઇ શકે છે શુભમન ગીલ ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીજમાંથી આરામ આપવામાં આવી શકે છે. આ કારણે ઋતુરાજ ગાયકવાડને ફરી એકવાર ભારતીય T20 ટીમમાં સામેલ થવાની તક મળી શકે છે. જોકે, ગાયકવાડ અત્યાર સુધી રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચોમાં વધુ અસર છોડી શક્યો નથી.


12 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ - 
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડૉમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ, ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર, 3 ઓગસ્ટથી શરૂ થશે, અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.


 


મોબાઇલ પર કઇ એપ પરથી જોઇ શકાશે ફ્રીમાં મેચો -


ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે. વળી, ટીવી પ્રસારણ માટે ફેનકૉડ અને ડીડી સ્પૉર્ટ્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે.


ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 


પહેલી ટેસ્ટ, 12-16 જુલાઇ, વિન્ડસર પાર્ક, ડૉમિનિકા ( 7.30 PM) 
બીજી ટેસ્ટ, 20-24 જુલાઇ, ક્વિન્સ પાર્ક, ઓવલ, ત્રિનિદાદ ( 7.30 PM)


વનડે સીરીઝનું શિડ્યૂલ -


પ્રથમ વનડે, 27 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM) 
બીજી વનડે, 29 જુલાઇ, કેન્સિગ્ટન ઓવલ, બારબાડોસ ( 7.00 PM)
ત્રીજી વનડે, 1 ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી, ત્રિનિદાદ ( 7.00 PM)