ન્યૂયોર્કઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની ચોથી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 59 રનથી વિજય થયો હતો. આ સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ ટી-20 મેચની સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી હતી.  ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 191 રન ફટકાર્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફક્ત 132 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.






સિરીઝની આ ચોથી મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાઈ હતી. વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો, પરંતુ અહીં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 191 રન બનાવ્યા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 132 રન બનાવી શકી હતી.


વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોવમેન પોવેલ અને નિકોલસ પૂરને 24-24 રન બનાવ્યા, જ્યારે અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ, આવેશ ખાન-અક્ષર પટેલ-રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી.


આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ઝડપી શરૂઆત કરી અને 4.4 ઓવરમાં 53 રન બનાવ્યા. કેપ્ટન રોહિત શર્માએ માત્ર 16 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે એક ફોર અને બે સિક્સરની મદદથી 24 રન બનાવ્યા હતા.


દીપક હુડાએ 21 અને રિષભ પંતે 31 બોલમાં છ ચોગ્ગાની મદદથી 44 રન, સંજુ સેમસને 23 બોલમાં અણનમ 30 અને અક્ષર પટેલે આઠ બોલમાં બે છગ્ગાની મદદથી અણનમ 20 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક છ રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓબેદ મેકોય અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.