India vs West Indies 2nd T20 Shubman Gill: ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ફરી એકવાર T20 મેચમાં ફ્લોપ સાબિત થયા. ગુયાનામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન શુભમન 7 રન અને સૂર્યા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. સોશિયલ મીડિયા દ્વારા ચાહકોએ શુભમનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ કરી હતી.


 






ભારત તરફથી શુભમન અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન શુભમન 9 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન પ્રથમ ટી20માં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. સૂર્યકુમાર 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યા મેયર્સ દ્વારા રન આઉટ થયો હતો. સૂર્યા પ્રથમ ટી20માં પણ ફ્લોપ રહ્યો હતો. આ બંને ખેલાડીઓને લઈને ટીમ ઈન્ડિયાના ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.


 






 






 






ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈને ચાહકોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. યુઝર્સે પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વીને સામેલ કરવાની માંગ કરી છે. યશસ્વીએ ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ મેચ રમી છે. પરંતુ T20ની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાત ફેન્સ સેમસન અને જયસ્વાલને ઓપનિંગ કરાવવાની પણ માગ કરી રહ્યા છે.