Asia Cup 2023 All Match Timing:  એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. થોડા દિવસ અગાઉ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. એશિયા કપમાં કુલ 13 મેચો રમાવાની છે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે. આ સાથે જ તમામ મેચના સમયની જાણકારી જાહેર થઇ છે.  ટુર્નામેન્ટની તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે.






ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેશે જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળનો સમાવેશ થાય છે. તમામ ટીમોને 3-3ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજ અને સુપર-4 સ્ટેજનો સમાવેશ થશે.


બે દેશો દ્વારા આયોજિત થનારી ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાનમાં મેચ લાહોર અને મુલતાન શહેરમાં યોજાશે. અને શ્રીલંકામાં કેન્ડી અને કોલંબોમાં 9 મેચ રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનના લાહોરમાં અને ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે ગ્રુપ સ્ટેજમાં માત્ર એક મેચ (પ્રથમ મેચ) રમશે. 2 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ જોવા મળશે.


એશિયા કપની ટાઇમિંગ


30 ઓગસ્ટ - પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ, બપોરે 3:00 વાગ્યે મુલતાનમાં (ગ્રુપ સ્ટેજ)


31 ઑગસ્ટ - બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા, બપોરે 3:00 વાગ્યે (ગ્રુપ સ્ટેજ) કેન્ડીમાં


2 સપ્ટેમ્બર - પાકિસ્તાન વિરુદ્ધ ભારત, બપોરે 3:00 કલાકે કેન્ડીમાં (ગ્રુપ સ્ટેજ)


3 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન, લાહોરમાં બપોરે 3:00 વાગ્યે (ગ્રુપ સ્ટેજ)


4 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ નેપાળ, બપોરે 3:00 કલાકે કેન્ડીમાં (ગ્રુપ સ્ટેજ)


5 સપ્ટેમ્બર - અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, લાહોરમાં બપોરે 3:00 વાગ્યે (ગ્રુપ સ્ટેજ)


6 સપ્ટેમ્બર - A1 વિરુદ્ધ B2, લાહોર, બપોરે 3:00 PM (સુપર 4)


સપ્ટેમ્બર 9 - B1 વિરુદ્ધ B2, 3:00 PM (સુપર 4) કોલંબોમાં


સપ્ટેમ્બર 10 - A1 વિરુદ્ધ A2, 3:00 PM (સુપર 4) કોલંબોમાં


સપ્ટેમ્બર 12 - A2 વિરુદ્ધ B1, 3:00 PM (સુપર 4) કોલંબોમાં


14 સપ્ટેમ્બર - A1 વિરુદ્ધ B1, 3:00 PM (સુપર 4) કોલંબોમાં


15 સપ્ટેમ્બર - A2 વિરુદ્ધ B2 કોલંબોમાં બપોરે 3:00 વાગ્યે (સુપર 4)


17 સપ્ટેમ્બર - કોલંબોમાં બપોરે 3:00 વાગ્યાથી ફાઇનલ.