India vs West Indies Test Series: ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની તૈયારીઓને મજબૂત કરવા માટે 5 જુલાઈથી 2-દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચના પહેલા દિવસે ઓપનિંગની જવાબદારી સુકાની રોહિત શર્મા સાથે યુવા ડાબોડી ખેલાડી યશસ્વી જયસ્વાલ જોવા મળી હતી. હવે ટીમ ઈન્ડિયા આ ટીમમાં ચેતેશ્વર પૂજારાના નંબર-3 સ્થાન પર શુભમન ગિલને રમાડવાનો નિર્ણય લઈ શકે છે. પ્રેક્ટિસ મેચમાં રોહિત અને યશસ્વીના બેટથી અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે.


શુભમન ગિલ નંબર-3 પર આવવાથી યશસ્વી જયસ્વાલને તે જ સ્થાન પર રમવાની તક મળશે જેના પર તે અત્યાર સુધી સ્થાનિક ક્રિકેટમાં રમતી જોવા મળી છે. જો કે હજુ સુધી ટીમ મેનેજમેન્ટે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેને મિડલ ઓર્ડરમાં નંબર-4 અને 5 પોઝિશન પર રમવાનું પહેલેથી જ નક્કી છે.


કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પાસે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન આ બાબતને ચકાસવાની વધુ સારી તક હશે. પ્રથમ ટેસ્ટમાં માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કેટલાક મોટા ફેરફાર જોવા મળશે. આમાં પૂજારાના વિકલ્પની શોધ પણ આ શ્રેણીથી શરૂ થશે.


કેએસ ભરત કે ઈશાન કિશનમાં કોને તક મળશે


12 જુલાઈથી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. આવામાં દરેકની નજર તેના પર ટકેલી છે કે ટીમ કયા વિકેટકીપરને તક આપવાનો નિર્ણય કરે છે. કેએસ ભરતને અત્યાર સુધી મળેલી તકોમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ આક્રમક બેટ્સમેન ઈશાન કિશનને સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે. સાથે જ અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરમાંથી કોઈ એકને તક આપવાનો નિર્ણય પ્રથમ ટેસ્ટની પીચ જોયા બાદ લેવામાં આવશે.


આ પ્રવાસ માટે પસંદગીકારોએ ટીમ ઈન્ડિયામાં કેટલાક મોટા ફેરફાર કર્યા છે. ટેસ્ટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને પડતો મૂકવામાં આવ્યો છે. વળી, યશસ્વી જાયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓને ટેસ્ટ ટીમનો ભાગ બનાવવામાં આવ્યા હતા. ભારતીય ટીમ આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમી હતી, જેમાં ટીમને 209 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.







Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial