IND Vs WI, Match Highlights: T20 શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 2 વિકેટથી હરાવ્યું છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની સતત બીજી હાર છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી. ટીમ તરફથી હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલને 2 સફળતા મળી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને 67 રનની શાનદાર ઈનિંગ રમી હતી.


 






નિકોલસ પૂરને વેસ્ટ ઈન્ડિઝ માટે શાનદાર પ્રદર્શન કર્યું


નિકોલસ પૂરને વેસ્ટ ઈન્ડિઝ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 40 બોલમાં 67 રન બનાવ્યા હતા. પુરનની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. હેટમાયરે 22 બોલમાં 22 રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે 19 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું. કાયલ મેયર્સ 15 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કિંગ, જેસન હોલ્ડર અને શેફર્ડ શૂન્ય પર આઉટ થયા હતા.


ભારત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી.


પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 41 બોલનો સામનો કરીને 51 રન બનાવ્યા હતા. તિલકની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ઈશાન કિશને 23 બોલમાં 27 રન બનાવ્યા હતા. ઈશાનની ઈનિંગમાં 2 ફોર અને 2 સિક્સ સામેલ હતી. હાર્દિક પંડ્યાએ 24 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલ 14 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહ 6 રન અને રવિ બિશ્નોઈ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવ 1 રન બનાવીને આઉટ થયો હતો. શુભમને 7 રન બનાવ્યા હતા.


ફરી એકવાર ફ્લોપ સાબિત થયા શુભમન- સૂર્યા


ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ફરી એકવાર T20 મેચમાં ફ્લોપ સાબિત થયા. ગુયાનામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન શુભમન 7 રન અને સૂર્યા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. સોશિયલ મીડિયા દ્વારા ચાહકોએ શુભમનની જગ્યાએ યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની માંગ કરી હતી.


ભારત તરફથી શુભમન અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન શુભમન 9 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન પ્રથમ ટી20માં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. સૂર્યકુમાર 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યા મેયર્સ દ્વારા રન આઉટ થયો હતો. સૂર્યા પ્રથમ ટી20માં પણ ફ્લોપ રહ્યો હતો. આ બંને ખેલાડીઓને લઈને ટીમ ઈન્ડિયાના ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.



ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈને ચાહકોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. યુઝર્સે પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વીને સામેલ કરવાની માંગ કરી છે. યશસ્વીએ ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ મેચ રમી છે. પરંતુ T20ની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાત ફેન્સ સેમસન અને જયસ્વાલને ઓપનિંગ કરાવવાની પણ માગ કરી રહ્યા છે.





વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન

બ્રાંડન કિંગ, કાયલ મેયર્સ, જોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકિપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકોય










ભારતની પ્લેઈંગ ઈલેવન

ઈશાન કિશન (wk), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ