IND vs WI Test Series: ચેતેશ્વર પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન નથી મળ્યું.  ચેતેશ્વર પૂજારા લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચેતેશ્વર પૂજારાએ નિરાશ કર્યા હતા. જો કે, હવે આ ખેલાડીને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા માટે નંબર-3 પર કોણ બેટિંગ કરશે ?


ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં કયા ખેલાડીને નંબર-3 પર મળશે તક ?


યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આ બંને ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યા છે. જોકે એવું માનવામાં આવે છે કે ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડ અથવા યશસ્વી જયસ્વાલ નંબર-3 પર બેટિંગ કરી શકે છે. જો કે આ સિવાય શુભમન ગિલને નંબર-3 પર અજમાવી શકાય છે. આ ખેલાડીઓ ઉપરાંત અજિંક્ય રહાણેનું નામ પણ નંબર-3 પર બેટિંગ કરવાની રેસમાં સામેલ છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં કયા ખેલાડીને અજમાવવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.


IPL 2023 સીઝન સિવાય ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમત રમી છે. જો કે હવે બંને ખેલાડીઓને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે રોહિત શર્મા આ ટીમનું નેતૃત્વ કરશે.


12 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ -


ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડૉમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ, ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર, 3 ઓગસ્ટથી શરૂ થશે, અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.


મોબાઇલ પર કઇ એપ પરથી જોઇ શકાશે ફ્રીમાં મેચો -


ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે. વળી, ટીવી પ્રસારણ માટે ફેનકૉડ અને ડીડી સ્પૉર્ટ્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે.