India vs West Indies 2nd Test Playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગુરુવાર, 20 જુલાઈથી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટ એક દાવ અને 141 રને જીતી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કરવા ઈચ્છશે. આ સાથે જ કેરેબિયન ટીમ બીજી મેચ જીતીને શ્રેણી ડ્રો કરવાનો પ્રયાસ કરશે.


યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશને ભારત માટે પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલે તેની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી ત્યારે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન એક રન પર અણનમ પરત ફર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે કે નહીં.


મુકેશ કુમારને ડેબ્યૂ કરવાની તક મળશે?


પ્રથમ ટેસ્ટમાં ઝડપી બોલિંગની જવાબદારી મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરના ખભા પર હતી. આવી સ્થિતિમાં ડેબ્યૂની રાહ જોઈ રહેલા મુકેશ કુમારને બીજી ટેસ્ટમાં તક મળશે કે નહીં તે એક મોટો સવાલ છે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં જીત બાદ કોઈપણ ફેરફાર કર્યા વગર ઉતરી શકે છે. આવી સ્થિતિમાં મુકેશને તેના ડેબ્યુ માટે વધુ રાહ જોવી પડી શકે છે.


બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.


આ રીતે ટીમ ઈન્ડિયાની જીત થઈ


પ્રથમ ટેસ્ટની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં માત્ર 150 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી અશ્વિને 5 અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 421 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી નવોદિત યશસ્વી જયસ્વાલે 171 અને રોહિત શર્માએ 104 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં કેરેબિયન ટીમ માત્ર 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 141 રનથી મેચ જીતી લીધી હતી. બીજા દાવમાં અશ્વિને સાત બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.


એશિયા કપ પહેલા ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, આ સ્ટાર ખેલાડી ટૂંક સમયમાં ટીમમાં કરી શકે છે વાપસી