Asia Cup 2023, India vs Pakistan: એશિયા કપ 2023 ના સત્તાવાર કાર્યક્રમ જાહેર થઇ નથી. તમામ ક્રિકેટ ફેન્સ કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે. આ વખતે હાઇબ્રિડ મોડલમાં રમાનારી એશિયા કપની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી 2 મેચ રમાશે તેવી પૂરી આશા છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે અને બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાય તેવી સંભાવના છે. તે સિવાય જો બંન્ને ટીમો સુપર-4 તબક્કામાં પહોંચે તો ત્યાં 10 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થશે. બંન્ને મેચ શ્રીલંકાના દામ્બુલા અથવા કેન્ડીમાં રમાઈ શકે છે. આ સિવાય જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો તેવી સ્થિતિમાં પણ બંન્ને વચ્ચે એશિયા કપમાં ત્રીજી વખત મેચ રમાય તેવી સંભાવના છે.
પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ નેપાળ સામે ઘરઆંગણે રમશે
પાકિસ્તાનની ટીમ એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત નેપાળ સામેની મેચથી કરશે. આ મેચ 30 કે 31 ઓગસ્ટે મુલતાનના મેદાન પર રમાશે. આ મેચ પછી પાકિસ્તાનની ટીમ સીધી શ્રીલંકા જવા રવાના થશે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પાકિસ્તાનમાં તેમની ગ્રુપ મેચ રમશે
19 જુલાઈએ સત્તાવાર જાહેરાત થઈ શકે છે
એશિયા કપ આ વખતે 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જેમાં હવે તેનો સત્તાવાર કાર્યક્રમ 19 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. પાકિસ્તાનના નવા ચીફ ઝકા અશરફે આ હાઇબ્રિડ મોડલ અંગે થોડી નારાજગી વ્યક્ત કરી હતી બાદમાં તેમણે આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો.
ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ જતી ફ્લાઈટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જો તમે 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબરની વચ્ચે ફ્લાઈટ મારફતે અમદાવાદ આવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે લગભગ 300 ટકા વધુ પૈસા ખર્ચવા પડશે. આ તારીખોમાં મુંબઈથી અમદાવાદ જવા માટે 22 હજાર રૂપિયા ખર્ચવા પડશે.
Join Our Official Telegram Channel: