India Playing XI vs ZIM: ઝિમ્બાબ્વે સામે 18 ઓગસ્ટથી ત્રણ મેચની વન-ડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. કેએલ રાહુલ આ સિરીઝ દ્વારા લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહ્યો છે. રાહુલ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં જોવા મળશે. તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમની કમાન સંભાળતો જોવા મળશે. આ સાથે જ રાહુલ ત્રિપાઠી પણ આ મેચમાં ભારત માટે વનડેમાં ડેબ્યૂ કરી શકે છે.


રાહુલ ત્રિપાઠી ડેબ્યુ કરી શકે છેઃ


રાહુલ ત્રિપાઠી આવતીકાલે 18 ઓગસ્ટથી હરારેમાં રમાનાર ત્રણ મેચની વનડે શ્રેણીમાં ઝિમ્બાબ્વે સામે ભારત તરફથી વનડેમાં પદાર્પણ કરી શકે છે. ત્રિપાઠી ઉપરાંત ટીમના કેપ્ટન કેએલ રાહુલ પણ લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરી રહ્યા છે. આ મેચમાં તે શિખર ધવન સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. આ સાથે જ, રાહુલની પ્રથમ ઓપનિંગની જવાબદારી સંભાળનાર શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં ટીમને સંભાળતો જોવા મળી શકે છે.


શાહબાઝ અહેમદ પણ ટીમમાં સામેલ થયોઃ


ભારતે વોશિંગ્ટન સુંદરના સ્થાને ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી માટે શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કર્યો છે. વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થવાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શાહબાઝે ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એક ભાગ છે. આઈપીએલ બાદ શાહબાઝ પ્રથમ વખત ભારતીય ટીમ સાથે જોડાયો છે.


ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ


કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, સંજુ સેમસન/ઈશાન કિશન (વિકેટકીપર), દીપક હુડા, અક્ષર પટેલ, દીપક ચહર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ


આ પણ વાંચોઃ


Updates: Smartphoneમાંથી નીકળીને હવામાં ઉડશે Camera, ખુદ Drone બનીને ક્લિક કરશે તસવીરો, જાણો કઇ કંપનીનો છે આ ફોન.....


Banaskantha Flood : ડીસાના સોયલા ગામે સ્થળાંતર કરી રહેલી મહિલા તળાવમાં ડૂબી ગઈ, NDRFએ હાથ ધરી શોધખોળ


Krishna Janmashtami : સૌરાષ્ટ્રના આ મેળાના રંગમાં પડ્યો ભંગ, ગ્રાઉન્ડમાં ભરાયા પાણી, સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા


BJP Parliamentary Board: ભાજપે સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની જાહેરાત કરી, આ દિગ્ગજોની કરાઈ હકાલપટ્ટી