Independence Day : દેશ આજે સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવી રહ્યો છે. સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસની દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભારતીય ક્રિકેટરો પણ આજે દેશભક્તિના રંગમાં રંગાયા છે.


રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. તેણે ટ્વિટ કરીને લખ્યું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવું છું.