નવી દિલ્હીઃ 27 ઓગસ્ટથી UAEમાં 15મો એશિયા કપ શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ ટુનામેન્ટની સૌથી સફળ ટીમ છે, જેણે અત્યાર સુધીમાં 7 વખત આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમ આ વખતે પણ ટાઇટલની પ્રબળ દાવેદાર  માનવામાં આવે છે.  પરંતુ ખિતાબની સફર સુધી પહોંચવા માટે તેને પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમો સામે લડવું પડશે.


એશિયા કપ પ્રથમ વખત 1984માં યોજાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા રેકોર્ડ બન્યા છે. કેટલાક એવા રેકોર્ડ પણ બન્યા છે જેના વિશે ઘણા ચાહકોને ખબર નહીં હોય. આવો જાણીએ એવા રેકોર્ડ્સ વિશે, જેને વાંચીને તમે ચોંકી જશો.


વિરેન્દ્ર સેહવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો, પરંતુ એશિયા કપમાં સેહવાગ બોલિંગમાં ખાસ રેકોર્ડ ધરાવે છે. 2010ના એશિયા કપમાં સેહવાગે બાંગ્લાદેશ સામે 2.5 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ લીધી હતી. એશિયા કપની એક ઇનિંગમાં બોલર દ્વારા આ શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ (4.2) છે.


અરશદ અયુબ એકમાત્ર એવો ભારતીય બોલર છે જેણે એશિયા કપમાં 5 વિકેટ લીધી છે. સ્પિનર ​​અરશદ અયુબે 1988ના એશિયા કપમાં પાકિસ્તાન સામે 21 રન આપીને 5 વિકેટ લીધી હતી. અયુબ સિવાય કોઈ ભારતીય બોલર મેચમાં પાંચ વિકેટનો આંકડો સ્પર્શી શક્યો નથી.


સૌથી આશ્ચર્યની વાત એ છે કે એશિયા કપની છેલ્લી 14 સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ વખત ફાઈનલ મેચ રમાઈ નથી. આ વખતે ચાહકોને આશા છે કે આ બંને ટીમો વચ્ચેની ફાઈનલ મેચ ચોક્કસપણે જોવા મળશે. આટલું જ નહીં બાંગ્લાદેશની ટીમે આ ટુર્નામેન્ટમાં 13 વખત ભાગ લીધો છે પરંતુ તે ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી છે.


એશિયા કપની પ્રથમ સિઝન (1984)માં ફાઈનલ મેચ રમાઈ ન હતી. તે વર્ષની ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ધોરણે રમવામાં આવી હતી, જેમાં દરેક ટીમ એક-બીજા સાથે રમી હતી. સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં ભારતીય ટીમે તેમની બંને મેચ જીતી હતી, તેથી તે ચેમ્પિયન બની હતી. શ્રીલંકાએ બીજું સ્થાન મેળવ્યું હતું.


મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે એશિયા કપમાં કુલ 17 વિકેટ ઝડપી છે. સચિન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં 10માં નંબર પર છે. જો આપણે બેટિંગની વાત કરીએ તો એશિયા કપમાં સૌથી વધુ 971 રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સચિન ત્રીજા નંબરે છે.


એશિયા કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 2012માં પાકિસ્તાન સામે 148 બોલમાં 183 રન બનાવ્યા હતા, જેમાં 22 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.


એશિયા કપની એક મેચમાં શ્રીલંકાના સ્પિનર ​​અજંતા મેન્ડિસે સૌથી વધુ વિકેટ લીધી છે. અજંતા મેન્ડિસે વર્ષ 2008માં ભારત સામેની ફાઈનલ મેચમાં 13 રન  આપી છ વિકેટ ઝડપી હતી.


 


Gopal Italiya એ કહ્યું, ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે


AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી


Asia Cup 2022: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું બુકિંગ આ દિવસે શરુ થશે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે તારીખ જાહેર કરી


Pics: વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને કર્યો ફ્લૉન્ટ, ન્યૂડ મેકઅપ અને બૉલ્ડ ડ્રેસમાં તસવીરો વાયરલ