સિડની: ટીમ ઈન્ડિયા હાલમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા-એ વિરુદ્ધ ત્રણ દિવસીય ડે નાઈટ પ્રેક્ટિસ મેચ રમી રહી છે. ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા આ પ્રેક્ટિસ મેચ બન્ને ટીમો માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. બન્ને ટીમો વચ્ચે 17 ડિસેમ્બરથી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની શરુઆત થશે. ત્યારે પ્રેક્ટિસ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેમરુન ગ્રીનને બોલિંગ દરમિયાન માથામાં બોલ વાગ્યો હતો, જેના બાદ કેમરુનને મેદાન છોડીને જવું પડ્યું હતું.

કેમરુન ગ્રીન શુભમન ગિલની મહત્વની વિકેટ લઈ ચૂક્યો હતો અને શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કેમરુનને બોલ વાગ્યો હતો. કેમરુન પોતાની સાતમી ઓવર નાંખી રહ્યો હતો અને બુમરાહે તે બોલને સ્ટ્રેડ ડ્રાઈવ માર્યો હતો. બુમરાહના જોરદાર શોટને રોકવામાં કેમરુન નિષ્ફળ રહ્યો હતો અને બોલ તેના માથામાં વાગ્યો હતો. બોલ વાગતા નોન પર સ્ટ્રાઈકર પર ઉભેલો મોહમ્મદ સિરાઝ તરત ગ્રીન પાસે દોડી ગયો હતો.

જે બાદ ગ્રીન પ્રેક્ટિસ મેચમાંથી બહાર થઈ ગયો હતો. 9 ન્યૂઝ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટ કરીને લખ્યું, ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાઝની મેચ દરમિયાન યુવા ખેલાડી કેમરૂન ગ્રીનની મદદ કરીને ખેલ ભાવમના દર્શાવા પ્રશંસા કરવામાં આવી રહી છે.

એબીસી ડોટ નેટ ડોટ એયુએ કહ્યું, નોન સ્ટ્રાઇકર છેડે ઉભેલા ખેલાડી  મોહમ્દ સિરાઝ અને એમ્પાયર ગેરાર્ડ અબૂદ સ્ટાર પણ ઓલરાઉન્ડને જોવા પહોંચ્યા હતા.  ગ્રીને પણ તે ઠીક હોવાનો સંકેત આપ્યો હતો. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુએ લખ્યું, નોન સ્ટ્રાઇકર પર ઉભેલા સિરાઝે બેટ છોડ્યું અને તરત ઘાયલ બોલરને જોવા ભાગ્યો.

સિરાઝની આ પ્રતિક્રિયાની ઇન્ટરનેટ પણ ઘણી પ્રશંસા થઈ રહી છે અને ઇન્ટરનેટનો વપરાશકરતાં તેની ખેલ ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે.