India A vs Pakistan A Emerging Teams Asia Cup 2023: ક્રિકેટ ચાહકો ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ જોવા મળશે. આ મેચ ભારત અને પાકિસ્તાનની 'A' ટીમ વચ્ચે રમાશે. આ મેચ ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 ટૂર્નામેન્ટ હેઠળ રમાશે.






યશ ઢૂલ આ ટુર્નામેન્ટમાં ભારતીય- A ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન અભિષેક શર્મા છે. આ ભારતીય ટીમમાં IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સના ડેશિંગ બેટ્સમેન સાઇ સુદર્શનનો પણ સમાવેશ થાય છે.






કેપ્ટન યશે પ્રથમ મેચમાં સદી ફટકારી હતી


આ મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 13 થી 23 જુલાઈ સુધી શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહ્યો છે. આઠ એશિયન દેશો વચ્ચે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. ભારતીય-એ ટીમને નેપાળ, UAE A અને પાકિસ્તાન A સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવી છે.


ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની પ્રથમ મેચ UAE સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં કેપ્ટન યશે અણનમ 108 રન બનાવ્યા હતા. જ્યારે સાઈ સુદર્શને 41 રન બનાવ્યા હતા. બોલિંગમાં હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી હતી.


ભારતે તેની બીજી મેચમાં નેપાળને 9 વિકેટે હરાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની આ ત્રીજી મેચ હશે.આ મેચ આજે (19 જુલાઈ) કોલંબોના આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ અડધો કલાક વહેલો થશે. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો. ચાહકો ફેનકોડ એપ પર તેમના મોબાઈલ પર મેચ લાઈવ જોઈ શકશે.               


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial