Asia Cup 2023 Schedule: મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એશિયા કપ 2023નું શેડ્યૂલ બુધવારે જાહેર કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફ બુધવારે સાંજે 7.45 વાગ્યે એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરશે. આ પહેલા શનિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ વચ્ચે બેઠક થઈ હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.


 


ટુર્નામેન્ટની પ્રથમ મેચ 31 ઓગસ્ટે રમાશે


એશિયા કપ 2023ની પ્રથમ મેચ 31 ઓગસ્ટે રમાશે.  એશિયા કપની ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચની યજમાની કરશે. પાકિસ્તાન ટુર્નામેન્ટની 4 મેચોની યજમાની કરશે. જ્યારે શ્રીલંકામાં 9 મેચ રમાશે.  રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાની તમામ મેચો શ્રીલંકામાં રમશે. જો કે એશિયા કપનો ઈતિહાસ બતાવે છે કે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 6 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે શ્રીલંકાની ટીમ 5 વખત ટૂર્નામેન્ટ જીતી ચુકી છે.


આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે.


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના રમતગમત મંત્રી અહેસાન મજારીએ કહ્યું હતું કે પાકિસ્તાન એશિયા કપ 2023નું યજમાન હોવાથી ટૂર્નામેન્ટની તમામ મેચો પાકિસ્તાનની ધરતી પર જ રમવી જોઈએ. તેણે એમ પણ કહ્યું કે તેને હાઇબ્રિડ મોડલ નથી જોઈતું. પરંતુ જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય. પરંતુ હવે BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સમજૂતી થઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયા પોતાની મેચ પાકિસ્તાનની જગ્યાએ શ્રીલંકાની ધરતી પર રમશે.  


તમામ ક્રિકેટ ફેન્સ કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે. આ વખતે હાઇબ્રિડ મોડલમાં રમાનારી એશિયા કપની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી 2 મેચ રમાશે તેવી પૂરી આશા છે.


એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે અને બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાય તેવી સંભાવના છે. તે સિવાય જો બંન્ને ટીમો સુપર-4 તબક્કામાં પહોંચે તો ત્યાં 10 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થશે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial