ACC Men’s Emerging Teams Asia Cup 2023 announced: એશિયા કપ 2023 31 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ ટૂંક સમયમાં એશિયા કપ 2023ની તારીખોની જાહેરાત કરી શકે છે. જ્યારે ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023 શ્રીલંકામાં 13-23 જુલાઈ દરમિયાન યોજાશે. ભારતીય પસંદગીકારોએ આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.


ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 માટે ભારત A ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમની કપ્તાની યશ ધુલને આપવામાં આવી છે.


અભિષેક શર્મા વાઇસ કેપ્ટન રહેશે. આ સાથે જ IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને ટીમમાં જોરદાર બેટિંગ કરનાર સાઇ સુદર્શનને પણ આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની મેચ 15 જુલાઈએ કોલંબોના SSC ગ્રાઉન્ડ પર રમાશે.


જુનિયર ક્રિકેટ સમિતિએ શ્રીલંકાના કોલંબોમાં 13 થી 23 જુલાઈ દરમિયાન રમાનારી આગામી ACC મેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2023 માટે ભારત A ટીમની પસંદગી કરી છે. આઠ એશિયન દેશો વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે.


ભારત Aને નેપાળ, UAE A અને પાકિસ્તાન A સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે. જ્યારે શ્રીલંકા A,બાંગ્લાદેશ A,અફઘાનિસ્તાન A અને ઓમાન Aને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. પ્રથમ સેમિફાઇનલ ગ્રુપ Aના ટોપર અને ગ્રુપ Bની બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે જ્યારે બીજી સેમિફાઇનલ 21 જુલાઈના રોજ ગ્રુપ Bના ટોપર અને ગ્રુપ Aની બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે રમાશે. ફાઈનલ 23 જુલાઈના રોજ યોજાશે.




 


ભારત A ટીમનું સમયપત્રક નીચે મુજબ છે


ભારત A તેની પ્રથમ મેચ UAE સામે 13 જુલાઈએ કોલંબોના SSC મેદાન પર રમશે. ત્યાર બાદ 15 જુલાઈએ આ જ મેદાન પર પાકિસ્તાન A સામે ટકરાશે. 18મી જુલાઈએ નેપાળ સામે રમશે.


ઈન્ડિયા એ ટીમઃ સાઈ સુદર્શન, અભિષેક શર્મા (વાઈસ-કેપ્ટન), નિકિન જોસ, પ્રદોષ રંજન પોલ, યશ ધૂલ (કેપ્ટન), રિયાન પરાગ, નિશાંત સિંધુ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), માનવ સુથાર, યુવરાજ સિંહ ડોડિયા, હર્ષિત રાણા, આકાશ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાજવર્ધન હંગરગેકર.


સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીઃ હર્ષ દુબે, નેહલ વાઢેરા, સ્નેલ પટેલ, મોહિત રેડકર. 


કોચિંગ સ્ટાફઃ સિતાંશુ કોટક (મુખ્ય કોચ), સાઈરાજ બહુતુલે (બોલિંગ કોચ), મુનીશ બાલી (ફિલ્ડિંગ કોચ).