ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમના તમામ ખેલાડીઓ મેદાન પર પરસેવો પાડી રહ્યા છે. સીરિઝ પહેલા ભારતીય ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં ચાર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.






રિપોર્ટ અનુસાર, BCCIએ વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, સાંઈ કિશોર અને રાહુલ ચહરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામને નેટ બોલર તરીકે ટીમ સાથે રાખવામાં આવ્યા છે, જેઓ આખી સીરિઝ માટે ટીમ ઈન્ડિયા સાથે રહેશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ સીરિઝ થવાની છે, જેમાં સ્પિનરોનો દબદબો જોવા મળશે. એક તરફ ઓસ્ટ્રેલિયા ભારતીય સ્પિનરોને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યું છે તો બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.


8 સ્પિનરો સાથે શક્ય બનશે પ્રેક્ટિસ!


નેટ સ્પિનરો તરીકે જે ખેલાડીઓ ઉમેરવામાં આવ્યા છે તે તમામ સ્પિનરો છે. જ્યારે ભારત પાસે જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ જેવા ચાર ફાસ્ટ બોલર પણ છે જે પ્રેક્ટિસ અને મેચ બંનેમાં ઉપયોગી થઈ શકે છે. સ્પિનરોની વાત કરીએ તો ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો પણ સમાવેશ થાય છે. એટલે કે પ્રેક્ટિસ દરમિયાન ભારત પાસે કુલ 8 સ્પિનરો હશે, આવી સ્થિતિમાં બેટ્સમેનોને તૈયારી કરવાની ઘણી તક મળશે


ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ - 
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. 


બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ