IND vs IRE Playing XI: ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 ટી-20  સીરીઝની પ્રથમ મેચ ડબલિનમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે યજમાન આયર્લેન્ડ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે. રિંકુ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે ટી-20 ડેબ્યૂ  કર્યું છે.  રિંકુ સિંહે IPL 2023 સીઝનમાં ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણા ભારત માટે વનડે રમી ચૂક્યો છે, પરંતુ તે પ્રથમ વખત T20 ફોર્મેટમાં રમશે. 




ટોસ બાદ બંને ટીમના કેપ્ટને શું કહ્યું ?


ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે કહ્યું કે મેદાન પર પાછા ફરીને સારું લાગે છે. આ સાથે જ તેણે કહ્યું કે ફાસ્ટ બોલર હોવાના કારણે હું પીચ પર થોડી મદદ કરવા ઈચ્છું છું.  આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે કહ્યું કે ભૂતકાળમાં અમારી ટીમે સ્કોટલેન્ડમાં શાનદાર ક્રિકેટનો નજારો રજૂ કર્યો હતો. જો કે આજે આપણે કેવી રીતે ક્રિકેટ રમીએ છીએ તે જોવું રસપ્રદ રહેશે. આ ઉપરાંત આયર્લેન્ડના કેપ્ટને કહ્યું કે વર્લ્ડ કપ પહેલા ભારત સામેની સિરીઝ અમારા માટે શાનદાર અનુભવ હશે.   


જસપ્રીત બુમરાહે ટોસ જીત્યો



ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે પ્રથમ T20માં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી બે ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યા છે. રિંકુ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ણા ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. 



 


ભારતની પ્લેઈંગ ઈલેવન



ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) અને રવિ બિશ્નોઈ.


આયર્લેન્ડની પ્લેઈંગ ઈલેવન



પોલ સ્ટર્લિંગ (સી), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકક્ર (વિકી), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેક્કાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટિલ અને બેન્જામિન વ્હાઇટ. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial