Virat Kohli Fan Video Team India: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી આરામ પર છે. આ કારણે તેને આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. કોહલી એશિયા કપ 2023 માટે તૈયાર થઈ રહ્યો છે. હાલમાં જ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એક ચાહકે તેની પાસે સેલ્ફી માંગી હતી. જેના પર કોહલીની પ્રતિક્રિયા ઘણી સારી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.






વાસ્તવમાં એક ચાહકે કોહલી પાસે સેલ્ફી માંગી હતી. કોહલીએ તેને નજીક બોલાવ્યો અને પોતાનો ફોટો પડાવ્યો હતો.  આ પહેલા પણ તે અનેક પ્રસંગોએ ફેન્સ સાથે ફોટો પડાવ્યો છે. ચાહકો સાથે કોહલીના આ વર્તનની ઘણી વખત પ્રશંસા કરવામાં આવી છે. કોહલી એરપોર્ટ, સ્ટેડિયમ અને અન્ય સ્થળોએ ચાહકોને ખૂબ જ સરળ વર્તન સાથે મળે છે. તેના તાજેતરના વીડિયોના ખૂબ વખાણ થયા હતા. ઘણા ટ્વિટર યુઝર્સે તેને શેર પણ કર્યો છે.


મહત્વપૂર્ણ છે કે એશિયા કપ 2023 પહેલા કોહલી બ્રેક પર છે. તે લાંબા સમયથી ભારતની T20 ટીમમાંથી બહાર છે. તેણે નવેમ્બર 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટી20 મેચ રમી હતી. કોહલીએ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમા રમ્યો હતો. તેણે ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. કોહલીએ 121 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા 76 રન બનાવ્યા હતા. આ પછી તેને વનડે શ્રેણીની પ્રથમ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું. પરંતુ બેટિંગ કરવાની તક મળી શકી ન હતી.


18 ઓગસ્ટ, 2008ના રોજ વિરાટ કોહલી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતર્યો હતો. આજે તેણે 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન કોહલીએ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તે ભારતનો કેપ્ટન બન્યો. નંબર-1 બેટ્સમેન બન્યો. ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને નંબર-1 બનાવ્યું. બેટ્સમેન તરીકે, સચિન તેંડુલકર પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ ધરાવે છે. તેણે 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ મેચમાં વિરાટ ઓપનિંગ કરતી વખતે માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો.