IND vs PAK T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ બીજી મેચ હશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમને અમેરિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પાસે આ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક હશે.



પાકિસ્તાન પર ટીમ ઈન્ડિયાનો દબદબો


ટીમ ઈન્ડિયા હંમેશા પાકિસ્તાનની ટીમ પર પ્રભુત્વ ધરાવે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 12 T20 મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 9 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 6 મેચ જીતી છે અને પાકિસ્તાન માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આવી સ્થિતિમાં, જો ટીમ ઈન્ડિયા આજની મેચમાં પાકિસ્તાનને હરાવશે તો તે તેની 7મી જીત હશે, જે એક નવો વર્લ્ડ રેકોર્ડ હશે.


ટીમ ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બનાવવાની નજીક છે


તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ટીમ પોતાના પ્રતિસ્પર્ધીને 7 વખત હરાવી નથી. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા આ વખતે પાકિસ્તાનને હરાવશે તો તે વર્લ્ડ રેકોર્ડ બની જશે. તે T20 વર્લ્ડ કપમાં એક ટીમ સામે સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની જશે. હાલમાં આ રેકોર્ડમાં ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે. ભારતે પાકિસ્તાનને 6 વખત હરાવ્યું છે. આ સાથે જ પાકિસ્તાને બાંગ્લાદેશ સામે 6 મેચ જીતી છે અને શ્રીલંકાએ 6 વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આવી સ્થિતિમાં આજે ટીમ ઈન્ડિયા પાસે આ યાદીમાં સૌથી આગળ રહેવાની તક હશે.


T20 વર્લ્ડ કપમાં એક ટીમ સામે સૌથી વધુ જીત


ભારત વિ પાકિસ્તાન - 6 જીત
પાકિસ્તાન વિ બાંગ્લાદેશ – 6 જીત
શ્રીલંકા વિ વેસ્ટ ઈન્ડિઝ – 6 જીત
ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ - 5 જીત
ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા – 5 જીત  


ટીવી પર ક્યાંથી જોઇ શકશો India vs Pakistan Match લાઇવ ?
ભારતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડકપ 2024 મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.


મોબાઇલ પર 'ફ્રી' માં ક્યાંથી જોઇ શકશો IND vs PAK લાઇવ સ્ટ્રીમિંગ ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યૂઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.