(Kuntal Chakraborty)


IND vs ENG, 5th Test: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવતા ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચમી ટેસ્ટ રદ્દ કરવામાં આવી હતી. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, આ ટેસ્ટ મેચ આવતા ઉનાળામાં રમાઈ શકે છે. બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી હાલ લંડનમાં છે અને સૂત્રોના કહેવા મુજબ તેઓ ઈસીબી અધિકારીઓ સાથે આ અંગે વાટાઘાટો કરી રહ્યા છે.


ક્યારે રમાઈ શકે છે પાંચમી ટેસ્ટ મેચ


ભારત ત્રણ ટી-20 મેચ ઈંગ્લેન્ડ સામે રમશે અને તેની સાથે આવતા ઉનાળામાં માંચેસ્ટેરમાં ટેસ્ટ મેચ પણ રમાય તેવી શક્યતા છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ માંચેસ્ટરમાં રદ્દ કરવામાં આવેલી એક ટેસ્ટના કારણે શ્રેણી વિજેતાનો નિર્ણય થઈ શક્યો નથી.


ક્યારે રમાવાનો હતો મુકાબલો


કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. અંતિમ ટેસ્ટ રદ્દ થવાના કારણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને આશરે 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ભારે નુકસાનને જોતાં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અંતિમ ટેસ્ટ રદ્દ કરવલાના પક્ષમાં નહોતું, ભારતીય ખેલાડીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેચને બે દિવસના વિલંબ બાદ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ રિપોર્ટ્સ મુજબ ભારતીય ખેલાડીઓએ કોરોનાના ડરથી અંતિમ ટેસ્ટ રમવા નહોતા માંગતા.


5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4 મેચ બાદ ભારતની શું છે સ્થિતિ


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત પાંચ મેચનીશ્રેમીમાં 2-1થી આગળ થઈ ગયું હતું. ભારત ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીત્યું હતું. ઓવલમાં રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અંગ્રેજ ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ લીધી હતી. ભારત છેલ્લે આ મેદાન પર 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં જીત્યું હતું. આ જીતની સાથે ભારત પોઇન્ટ ટેબલમાં 26 અંક સાથે ટોપ પર પહોંચી ગયું છે.