DC Vs RR: શનિવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં ફેરફાર થઈ શકે છે. માર્કસ સ્ટોઈનીસની ઈજાથી સ્ટીવ સ્મિથની દિલ્હી કેપિટલ્સ ટીમમાં વાપસીની શક્યતા વધી ગઈ છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સના પ્લેઇંગ 11 માં અન્ય કોઇ ફેરફારની શક્યતા નથી.
દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યારે 9 માંથી સાત મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ પાસે માત્ર રાજસ્થાન રોયલ્સને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાની તક નથી, પરંતુ તે પ્લેઓફમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ પણ બનશે.
જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને આંચકો લાગ્યો હતો. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ બોલિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. સ્ટોઈનિસની ઈજા અંગેની સ્થિતિ હજુ અસ્પષ્ટ છે. સ્ટેઈનિસ રાજસ્થાન રોયલ્સ સામે મેદાનમાં ન ઉતરવાનું લગભગ નિશ્ચિત છે. સ્ટોઇનિસના સ્થાને દિલ્હી કેપિટલ્સ સ્ટીવ સ્મિથને પ્લેઇંગ 11 માં સામેલ કરી શકે છે.
બોલિંગમાં કોઈ ફેરફાર થશે નહીં
અત્યાર સુધી શિખર અને પૃથ્વીની જોડીએ IPL 14 માં દિલ્હી કેપિટલ્સને શાનદાર શરૂઆત અપાવી છે. શ્રેયસ અય્યરની વાપસી સાથે ટીમનો મિડલ ઓર્ડર પહેલા કરતા વધુ મજબૂત બન્યો છે. IPL 14 દરમિયાન કેપ્ટન પંત પણ સારા ફોર્મમાં જોવા મળ્યો છે.
દિલ્હી કેપિટલ્સની બોલિંગમાં પણ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. અશ્વિન અને અક્ષરની સ્પિનની જવાબદારી રહેશે. આ સિવાય, રબાડા, નોરખીયા અને અવેશ ખાન ઝડપી બોલિંગનો મોરચો સંભાળતા જોવા મળશે.
Playing 11
દિલ્હી કેપિટલ્સ: શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, ઋષભ પંત, સ્ટીવ સ્મિથ/માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, અક્ષર પટેલ, કાગિસો રબાડા, એનરિક નોરખીયા, અવેશ ખાન.