T20 World Cup 2022: ટી-20 વર્લ્ડકપમાં આજે મોટો અપસેટ સર્જોયો હતો. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને 13 રનથી હાર આપી હતી. આ સાથે જ સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. સાઉથ આફ્રિકાની હાર બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત બની હતી.
હવે ગ્રુપ 2 માંથી સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ કોણ હશે? તેનો નિર્ણય પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ થશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સેમીફાઇનલમાં પહોંચશે. એટલે કે દક્ષિણ આફ્રિકાની હાર સાથે ગ્રુપ-2નું સમગ્ર સમીકરણ બદલાઈ ગયું છે.
ભારતીય ટીમ છેલ્લી મેચ હાર્યા બાદ પણ સેમીફાઈનલમાં પહોંચશે
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ આજે ઝિમ્બાબ્વે સામે થવાની છે. હવે જો ભારતીય ટીમ આ મેચ હારી જશે તો પણ તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે, કારણ કે ટીમ ઈન્ડિયા હાલમાં તેના ગ્રુપ-2માં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે આફ્રિકાની ટીમ 5 પોઈન્ટ સાથે આઉટ થઈ ગઈ છે.
T20 વર્લ્ડ કપ 2022 પોઈન્ટ ટેબલ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટૂંક સમયમાં એડિલેડમાં મેચ રમાવાની છે. આ બંને ટીમો હવે 4-4 પોઈન્ટ પર બરાબર છે. આવી સ્થિતિમાં આ બંને ટીમોમાંથી જે પણ મેચ જીતશે, તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે, કારણ કે તે આફ્રિકા કરતા એક પોઈન્ટ વધુ એટલે કે 6 પોઈન્ટ હશે.