Team India ICC white-ball dominance: ટીમ ઈન્ડિયાએ વધુ એક ICC ટાઇટલ જીતીને ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા બની છે. જો આંકડા પર નજર કરીએ, તો રોહિત શર્મા ખરેખર ICC ટૂર્નામેન્ટનો અસલી હીરો સાબિત થાય છે. છેલ્લા ત્રણ ICC ટૂર્નામેન્ટમાં તેમની ટીમ માત્ર એક જ મેચ હારી છે, જે કેપ્ટન તરીકે તેમની અસાધારણ ક્ષમતા દર્શાવે છે. એક મેચમાં મળેલી હારને બાદ કરતાં, રોહિત શર્માએ બે ટૂર્નામેન્ટમાં જીત મેળવીને તેની ભરપાઈ કરી દીધી છે.


મર્યાદિત ઓવરોની ક્રિકેટ એટલે કે ODI અને T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં રોહિત શર્મા જાદુઈ પ્રદર્શન કરી રહ્યા છે. ODI વર્લ્ડ કપ 2023થી લઈને અત્યાર સુધીમાં, ભારતે ICC ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચ રમી છે, જેમાં 22 મેચમાં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કર્યો છે. ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે ફાઇનલ સુધી અવિરત 10 મેચ જીતી હતી. જો કે, ફાઇનલમાં તેઓ 11મી મેચ હારી ગયા હતા, જે ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ હતી. ત્યારબાદ, 2024 T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાએ ફાઇનલ સુધી એક પણ મેચ હાર્યા વિના પ્રવાસ કર્યો અને ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને રોમાંચક મુકાબલામાં હરાવીને ટાઇટલ જીત્યું.


અને હવે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ ભારતે જીત સાથે શરૂઆત કરી. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ પાકિસ્તાનને પરાજય આપ્યો. લીગ તબક્કાની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને પણ હરાવ્યું. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ફાઇનલમાં ફરી એકવાર ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો. આ સાથે ભારતે ત્રણ વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ભારતે સતત બે વર્ષમાં બે ICC ટાઇટલ જીત્યા છે – 2024માં T20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો આ અદ્ભુત પ્રદર્શન ખરેખર પ્રશંસનીય છે.


નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. જેમાં ત્રણ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને બે વખત જીત મેળવી છે.  વર્ષ 2002માં સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારતીય ટીમ પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની હતી, જ્યાં ફાઇનલમાં વરસાદને કારણે મેચ રદ્દ થતા ભારત અને શ્રીલંકા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. ત્યારબાદ, વર્ષ 2013માં ટીમ ઈન્ડિયા ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી અને ઈંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. વર્ષ 2017માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી, પરંતુ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અને હવે, 2025માં રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફરી ફાઇનલમાં શાનદાર જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો કર્યો છે.


આ પણ વાંચો...


IND vs NZ ફાઈનલ: મેચ પહેલા વિરાટ કોહલીએ કર્યું કઈંક ખાસ, અનુષ્કા સાથેનો વીડિયો થયો વાયરલ!