નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ બાદ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ રમાનારી સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 સીરિઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે રોહિત ટી-20 ટીમની કેપ્ટનશીપ સંભાળશે.
ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં અનેક યુવા ચહેરાનો તક આપવામાં આવી છે જેમણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં વેંકટેશ ઐય્યર, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડના નામ સામેલ છે. જ્યારે ઇજા બાદ શ્રેયસ ઐય્યરની વાપસી થઇ રહી છે. જ્યારે વર્લ્ડકપમાં પડતા મુકવામાં આવેલા યુઝર્વેન્દ્ર ચહલની પણ વાપસી થઇ રહી છે. ટી-20 સીરિઝમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.
તે સિવાય હાર્દિક પંડ્યાની પણ પસંદગી કરવામા આવી નથી. હાર્દિક પંડ્યાની ખરાબ ફિટનેસ, ખરાબ ફોર્મના કારણે તેની પસંદગી નહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. ત્રીજી ટી-20 મેચ સુધીમાં ટેસ્ટ ટીમની જાહેરાત થાય તેવું માનવામાં આવી રહ્યું છે.
ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, વેંકટેશન ઐય્યર, યુઝર્વેન્દ્ર ચહલ, રવિચંન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ