India Squad vs Sri Lanka ODI Series: ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને શ્રીલંકા પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ત્રણ મેચની ટી20 અને એટલી જ ODI સીરીઝ રમશે. ગૌતમ ગંભીરની કૉચિંગ કારકિર્દીની શરૂઆત ભારતના શ્રીલંકા પ્રવાસથી થશે. આગામી સપ્તાહે બંને સીરીઝ માટે ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવશે.


અહેવાલ મુજબ, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં વાપસી કરશે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વનડે સીરીઝનો ભાગ બની શકે છે. BCCI સેક્રેટરી પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે રોહિત શર્મા 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો કેપ્ટન રહેશે.


વનડે સીરીઝમાં આ 15 ખેલાડીઓને મળી શકે છે મોકો  
15 સભ્યોની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગીલ અને યશસ્વી જાયસ્વાલના રૂપમાં ત્રણ ઓપનર હોઈ શકે છે. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને રિંકુ સિંહને મિડલ ઓર્ડરમાં તક મળવાની આશા છે. ઋષભ પંત અને કેએલ રાહુલને વિકેટકીપર તરીકે તક મળે તેવી શક્યતા છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા હોઈ શકે છે. જ્યારે ઝડપી બૉલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપસિંહ હોઈ શકે છે. જો કે એ પણ સંભવ છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને વનડે સીરીઝમાં આરામ આપવામાં આવે.


શ્રીલંકા સામેની વનડે સીરીઝ માટે ભારતની 15 સભ્યોની સંભવિત ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન અને અર્શદીપ સિંહ.


જો રોહિત, વિરાટ અને બુમરાહને આરામ મળે તો 15 સભ્યોની સંભવિત ટીમ - 
શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જાયસ્વાલ, સાઈ સુદર્શન, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.