India tour of Zimbabwe 2024: ટી20 ક્રિકેટ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પાંચ દિવસ બાદ ઝિમ્બાબ્વે સામે 5 મેચની ટી20 સીરીઝ રમશે. જોકે, આ તે ટીમ નહીં હોય જેણે ટાઈટલ જીત્યું છે. ખરેખર, ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વેમાં 5 મેચોની ટી20 સીરીઝ રમવાની છે, જે આજથી એટલે કે 6 જુલાઈથી શરૂ થશે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર શુભમન ગીલ ભારતીય કેપ્ટન હશે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20 મેચ 6 જુલાઈએ રમાશે. બીજી ટી20 મેચ 7મી જુલાઈએ, ત્રીજી ટી20 મેચ 10મી જુલાઈએ, ચોથી ટી20 મેચ 13મી જુલાઈએ અને પાંચમી અને અંતિમ ટી20 મેચ 14મી જુલાઈએ રમાશે. T20 સીરીઝની તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
જાણો બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ભારત વિરૂદ્ધ ઝિમ્બાબ્વે ટી20 સીરીઝ અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં પ્રસારિત થશે. ભારતીય ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઈવ મેચનો આનંદ માણી શકે છે. મેચોનું ટીવી પર સોની ટેન 3 (હિન્દી) અને સોની ટેન 4 (તામિલ/તેલુગુ) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ 'સોની લિવ' એપ પર ઉપલબ્ધ હશે, જેના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે.
IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં રિયાન પરાગ, અભિષેક શર્મા, તુષાર દેશપાંડે, ખલીલ અહેમદ, ધ્રુવ જુરેલ, અવેશ ખાન, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. BCCIએ ઝિમ્બાબ્વેમાં તદ્દન નવા ખેલાડીઓ મોકલવાની જાહેરાત કરી છે.
નીતિશકુમાર રેડ્ડી ઇજાના કારણે બહાર
આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો હિસ્સો રહેલા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે હવે તે ઈજાના કારણે ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, રેડ્ડીને કઈ પ્રકારની ઈજા થઈ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા - -
શુભમન ગીલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજૂ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.