ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થયું હતું. કેપ્ટન રોહેલ નઝિર અને હૈદર અલીની ફિફટી મારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. નઝિરે 102 બોલમાં 6 ફોરની મદદથી 62 રન કર્યા હતા. જ્યારે હૈદરે 77 બોલમાં 9 ફોરની મદદથી 56 રન કર્યા હતા. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 145 રન હતો ત્યાંથી તેઓ 172 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ભારત માટે સુશાંત મિશ્રાએ 3 વિકેટ, રવિ બિશ્નોઇ અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ, જ્યારે અથર્વ અંકોલેંકર અને યશસ્વી જયસ્વાલે 1-1 વિકેટ લીધી હતી.
અંડર-19 ભારતીય ટીમ
યશસ્વી જાયસ્વાલ, દિવ્યાંશ સક્સેના, તિલક વર્મા, પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રૂવ ઝૂરેલ (વિકેટકીપર), સિદ્ધેશ વીર, અર્થવ અંકોલેકર, રવિ બિશ્નોઇ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ.
અંડર-19 પાકિસ્તાની ટીમ
હૈદર અલી, મોહમ્મદ હુરૈરા, રોહેલ નજીર (કેપ્ટન તથા વિકેટકીપર), ફહાદ મુનીર, કાસિમ અકરમ, મોહમ્મદ હારિસ, ઇરફાન ખાન, અબ્બાસ આફ્રિદી, તાહિર હુસૈન, આમિર અલી, મોહમ્મદ અમીર ખાન.
ICC U19 WC Ind vs Pak: ભારતીય ક્રિકેટરે પકડ્યો શાનદાર કેચ ને પલટાઈ ગઈ મેચ!.
અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 વખત મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી 5 વખત પાકિસ્તાન અને 4 વખત ભારતે મેચ જીતી છે. અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988થી લઈને 2018 (1988, 1998, 2002, 2004, 2006, 2010, 2012, 2014 અને 2018) સુધી કુલ 9 મેચ રમાઈ છે.