નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 172 રન પર ઓલઆઉટ કર્યું હતું. એક સમયે પાકિસ્તાનની ટીમ 250ની આસપાસ સ્કોર કરે તેમ લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શન સામે પાકિસ્તાનના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા અને છેલ્લી છ વિકેટો માત્ર 26 રનમાં ગુમાવી હતી. ભારતીય બોલર્સ ઉપરાંત ફિલ્ડર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં દિવ્યાંશ સક્સેનાએ અકલ્પનીય કેચ પકડ્યો હતો.

કેવી રીતે આઉટ થયો પાકિસ્તાની બેટ્સમેન

પાકિસ્તાનની ઈનિંગની 35મી ઓવરમાં અર્થવ અંકોલકરની બોલિંગમાં પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હારિસે સ્વીપ શોટ રમ્યો હતો. હારિસ વિકેટ પર સેટ થઈ ગયો હતો અને સારા શૉટ ફટકારતો હતો અને 14 બોલમાં 21 રન બનાવી લીધા હતા અને કાઉન્ટર અટેક કરીને ભારતીય ટીમ પર દબાણ બનાવવાની કોશિશ કરતો હતો. હારિસના સ્વીપ શૉટ પર દિવ્યાંશ સક્સેનાએ ડીપ સ્કવેર લેગ પર દોડ લગાવીને શાનદાર કેચ પકડ્યો હતો.

પાકિસ્તાનનો થયો ધબડકો

હારિસ પાકિસ્તાનની પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે સ્કોર 146 રન હતો અને આ પછી 172 રનમાં આખી પાકિસ્તાની ટીમ તંબુ ભેગી થઈ ગઈ હતી. આમ માત્ર 26 રનના ગાળામાં જ પાકિસ્તાને અંતિમ 6 વિકેટ ગુમાવી હતી.


BJPમાં એવું કોઈ નથી જે પાકિસ્તાનમાં જઈ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી શકે, અમારા ઉમેદવારે કરી બતાવ્યુઃ રાહુલ ગાંધી

કાર અકસ્માતમાં રેપર બાદશાહનો થયો ચમત્કારિક બચાવ, જાણો વિગત

દિલ્હી ચૂંટણીઃ કેજરીવાલનો પડકાર, કહ્યું- BJP બુધવારે એક વાગ્યા સુધીમાં CM ઉમેદવાર કરે જાહેર