India vs Afghanistan Asian Games Final Live Score: ભારતે એશિયન ગેમ્સમાં વધુ એક ઇતિહાસ રચી દીધો છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઇવેન્ટમાં ભારતીય ટીમે ગૉલ્ડ મેડલ મેચ જીતીને ગૉલ્ડ પર કબજો જમાવી દીધો છે. કમનસીબે ફાઇનલ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ અને આ કારણે ભારતીય ટીમ ગૉલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલા મહિલા ટીમે પણ એશિયન ગેમ્સ 2023માં ફાઇનલ જીતીને ગૉલ્ડ પર કબજો જમાવ્યો હતો. ખાસ વાત છે કે, ઋતુરાજ ગાયકવાડની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ પુરુષ ક્રિકેટ ઇવેન્ટમાં અફઘાનિસ્તાનને હરાવીને ગૉલ્ડન મેચ જીતી લીધી છે. 


આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને અફઘાનિસ્તાનને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરના અંતે 130 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધુ સહીદુલ્લાહએ 49 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન ગુલબાદીન નઇબે પણ સારો સાથ આપ્યો અને 27 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય અફઘાનિસ્તાનની ટીમમાંથી કોઇપણ ખેલાડી ગૉલ્ડન મેચમાં સારી બેટિંગ ન હતો કરી શક્યો. જોકે, કમનસીબે ટીમ ઇન્ડિયાને આ મેચમાં જીત મળી ગઇ છે. ભારતની બૉલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ, શિવમ દુબે, શાહબાઝ અહેમદ અન રવિ બિશ્નોઇ એક -એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા. 


વરસાદી વિઘ્નના કારણે ફાઇનલ મેચ રદ્દ, ભારતને જીત -  
કમનસીબે અફઘાનિસ્તાનને ટીમને ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટીમ ઇન્ડિયાને જીત સાથે ગૉલ્ડ મેડલ પ્રાપ્ત થયુ હતુ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમે 18.2 ઓવર સુધીની રમત રમી ત્યારે બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો, જેના કારણે અફઘાન ટીમ 5 વિકેટના નુકસાન 112 રનના સ્કૉરથી આગળ રમી શકી ન હતી. ભારે વરસાદ હોવાના કારણે મેચ ફરીથી શરૂ થઇ શકી ન હતી અને અફઘાનિસ્તાનની ટીમને હાર અને ભારતને જીત મળી હતી. આ સાથે જ ભારતીય ટીમે એશિયા કપમાં ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે પણ ફાઇનલ જીતીને ગૉલ્ડ પોતાના નામે કર્યો હતો. 




ભારત-અફઘાનિસ્તાન ફાઇનલ મેચ ડિટેલ્સ 
સ્થળ- પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડ, હાંગઝોઉ, ચીન
તારીખ- શનિવાર, 7 ઓક્ટોબર 2023
સમય- 11:30 am (IST)


ભારતની પ્લેઈંગ-11 : - 
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, સાઈ કિશોર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.


અફઘાનિસ્તાનની પ્લેઇંગ-11 : - 
ઝુબેદ અકબરી, મોહમ્મદ શહઝાદ (વિકેટમાં), નૂર અલી ઝદરાન, શાહિદુલ્લા કમાલ, અફસાર ઝાઝાઈ, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ (કેપ્ટન), શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, ફરીદ અહેમદ મલિક, ઝહીર ખાન.


આ પહેલા ભારતે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી હતી જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.


ટીમ ઈન્ડિયાએ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. આ પછી સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે 9 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે માત્ર એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત માટે ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તિલકે અણનમ અડધી સદી ફટકારી હતી. તિલક ફાઇનલમાં પણ કમાલની બેટિંગ કરી હતી. 


અફઘાનિસ્તાને ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકાને 8 રનથી હરાવ્યું હતું. આ પછી સેમીફાઈનલમાં પાકિસ્તાનનો 4 વિકેટે પરાજય થયો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 115 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને 17.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી નૂર અલી ઝદરાને 39 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ગુલબદીને અણનમ 26 રન બનાવ્યા હતા. આ સફર બાદ અફઘાનિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.