IND vs AUS Score: ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, કેએલ રાહુલની લડાયક ઈનિંગ
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ 17 માર્ચે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ભારતે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ભારત તરફથી સૌથી વધુ રન કેએલ રાહુલે ફટકાર્યા હતા. રાહુલ 75 રને અને રવિન્દ્ર જાડેજા 45 રને નોટ આઉટ રહ્યા હતા.
25 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 100 રન થઈ ગયો છે. કેએલ રાહુલ 32 અને રવિન્દ્ર જાડેજા 10 રને રમી રહ્યા છે. ભારતીય ટીમને હવે જીતવા માટે 89 રન બનાવવાના છે. રાહુલે અત્યાર સુધી ચાર ચોગ્ગા ફટકાર્યા છે.
ભારતની અડધી ટીમ 20મી ઓવરમાં 83 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ છે. ભારતની પાંચમી વિકેટ કેપ્ટન હાર્દિક પંડ્યાના રૂપમાં પડી. ભારતીય કેપ્ટને 31 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેને માર્કસ સ્ટોઇનિસે આઉટ કર્યો હતો. ભારતને જીતવા માટે હજુ 106 રન બનાવવાના છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ક્રિઝ પર હાજર છે.
મુંબઈ ODI મેચમાં ભારતીય ટીમને 39ના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો, જે 20ના અંગત સ્કોરે આઉટ થયો છે. ગીલને મિશેલ સ્ટાર્કે માર્નસ લાબુશેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હવે હાર્દિક પંડ્યા લોકેશ રાહુલને સાથ આપવા મેદાનમાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાએ 5મી ઓવરમાં જ 16 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. આ દરમિયાન ઈશાન કિશન 03, વિરાટ કોહલી 04 અને સૂર્યકુમાર યાદવ શૂન્ય પર આઉટ થયા હતા. હવે કેએલ રાહુલ અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ભારતને 189 રનનો ટાર્ગેટ છે.
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડેમાં 189 રનનો ટાર્ગેટ હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત થઈ છે. ઈશાન કિશન 3 રન બનાવી આઉટ થયો છે. 2 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 5 રન છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ હતી. મિચેલ માર્શે સર્વાધિક 81 રન બનાવ્યા હતા. શમી અને સિરાજે 3-3 વિકેટ લીધી હતી. જાડેજાને 2, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 34 ઓવરના અંતે 9 વિકેટના નુકસાન પર 188 રન બનાવી લીધા છે. 169 રન પર 5 વિકેટથી હાલ સ્કોર 9 વિકેટ પર 188 રન છે. આમ 19 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 31.3 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 184 રન બનાવી લીધા છે. શમીએ તેના સ્પેલની ત્રીજી વિકેટ લીધી છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરના અંતે 6 વિકેટના નુકસાન પર 174રન બનાવી લીધા છે. શમીએ કેમરૂન ગ્રીનને 10 રને બોલ્ડ કર્યો. મેક્સવેલ 3 રને અને સ્ટોયનિસ 0 રને રમતમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 28 ઓવરના અંતે 5 વિકેટના નુકસાન પર 169 રન બનાવી લીધા છે. શમીએ જોશ ઈનલિંગ્સને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી, કેમરૂન ગ્રીન 10 અને મેક્સવેલ 0 રને રમતમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 27 ઓવરના અંતે 4 વિકેટના નુકસાન પર 161 રન બનાવી લીધા છે. લાબુશેન કેમરૂન ગ્રીન 10 અને અને જોશ 18 રને રમતમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 23 ઓવરના અંતે 4 વિકેટના નુકસાન પર 140 રન બનાવી લીધા છે. લાબુશેન 15 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો. જાડેજાએ શાનદાર કેચ પકડ્યો. કેમરૂન ગ્રીન 1 અને અને જોશ ઈનલિંગ્લ 6 રને રમતમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન પર 129 રન બનાવી લીધા છે. મિચેલ માર્શ 65 બોલમાં 81 રન બનાવી જાડેજાની ઓવરમાં આઉટ થયો. માર્નસ લાબુશેન 11 રને રમતમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 18 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 111 રન બનાવી લીધા છે.. મિચેલ માર્શ 65 રને અને માર્નસ લાબુશેન 9 રને રમતમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 78 રન બનાવી લીધા છે. સ્મિથ 22 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો. મિચેલ માર્શ 40 રને અને માર્નસ લાબુશેન 1 રને રમતમાં છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 9 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 52 રન બનાવી લીધા છે. મિચેલ માર્શ 21 રને અને સ્ટિવ સ્મિથ 15 રને રમતમાં છે.
3 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 7 રન છે. ટ્રેવિડ હેડ 5 રન બનાવી સિરાજની ઓવરમાં બોલ્ડ થયો હતો. મિચેલ માર્શ અને સ્ટિવ સ્મિથ રમતમાં છે.
આજની મેચમાં ભારતીય ટીમઃ શુબમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી
ભારતે મુંબઈ વનડેમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા મેદાનમાં બેટિંગ માટે ઉતરશે
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.
વાનખેડેની પીચ સામાન્ય રીતે ફ્લેટ જ રહી છે, એટલે કે અહીં બેટ્સમેનોને સારી મદદ મળે છે. ઓક્ટોબર, 2015 માં આ મેદાન પર દક્ષિણ આફ્રિકાએ 438 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો. જોકે 22 મેચોમાં અહીં માત્ર બે જ વાર 300 નો આંકડો પાર થયો છે. અહીં રમાયેલી 22 વનડે મેચોમાં 10 વાર પછીથી અને 12 વાર પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. સામાન્ય રીતે અહીં શરૂઆતમાં બૉલરો માટે થોડી મદદ મળે છે, પરંતુ ધીમે ધીમે આ પીચ બેટિંગ માટે અનુકુળ મનાય છે.
બ્રેકગ્રાઉન્ડ
આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ બાદ હવે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત થઇ રહી છે. આ સીરીઝની શરૂઆત આજથી 17 માર્ચ, શુક્રવારથી થઇ રહી છે, આજની પ્રથમ વનડે મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવવાની છે, આ મેચ શરૂ થયા તે પહેલા અહીંના ખાસ રેકોર્ડ અને આંકડા પર નજર કરીએ. અહીં ભારતીય ટીમનો કેવો છે દેખાવ ને શું છે જીતની ટકાવારી...
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વનડેમાં ટીમ ઇન્ડિયાના આંકડા કંઇ સારા નથી રહ્યાં. ટીમ ઇન્ડિયાએ અહીં માત્ર 45.45 ટકા વનડે મેચો જ જીતી છે. વળી, ટૂરિંગ સાઇડ એટલે કે ભારત પ્રવાસ કરનારી ટીમો આ મેદાન પર અત્યાર સુધી 40.91 ટકા મેચ જીતી ચૂકી છે. જાણો આ મેદાન સાથે જોડાયેલા કેટલાક ખાસ ફેક્ટ્સ.....
આ મેદાન પર અત્યાર સુધી કુલ 22 વનડે મેચ રમાઇ ચૂકી છે.
અહીં પહેલી વનડે મેચ 1987માં રમાઇ હતી, છેલ્લી મેચ 2020 માં રમાઇ હતી.
આ મેદાન પર ઘરેલુ સાઇડ એટલે કે ટીમ ઇન્ડિયાએ કુલ 10 (45.45 ટકા જીત) મેચોમાં જીત પોતાના નામે કરી છે. વળી, ભારતનો પ્રવાસ કરનારી ટીમોએ 9 (40.91 ટકા જીત) મેચ પોતાના નામે કરી છે. જ્યારે નેચરલ સાઇડે કુલ 3 (13.64) મેચ જીતી છે.
અહીં અત્યાર સુધી પહેલા બેટિંગ કરનારી અને બાદમાં બેટિંગ કરનારી ટીમોએ 11-11 મેચ જીતી છે. પહેલા અને પછી બેટિંગ કરનારી ટીમોની જીત ટકાવારી 50-50ની રહી છે.
અહીં વનડેમાં ટૉસ હારનારી ટીમે કુલ 12 અને ટૉસ જીતનારી ટીમે 10 મેચ જીતી છે.
આ મેદાન પર રમાયેલી તમામ વનડે મેચોનું પરિણામ આવ્યુ છે.
કોઇપણ મેચ ડ્રૉ, ટાઇ કે પરિણામ વિનાની નથી રહી.
અહીં વનડેની એક ઇનિંગમાં હાઇ સ્કૉર 438/4 નો રહ્યો છે. આ ટૉટલ સાઉથ આફ્રિકાએ 2015 માં ભારતીય ટીમની વિરુદ્ધ બનાવ્યુ હતુ.
આ મેદાન પર વનડેમાં સૌથી ઓછુ ટૉટલ 115 રનોનું છે. આ ટૉટલ 1998 માં બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ બનાવ્યુ હતુ.
અહીં વનડેમાં 284/4 રનોનો સૌથી મોટો રન ચેઝ થયો છે. આ ચેઝ 2017માં ન્યૂઝીલેન્ડે ભારત વિરુ્દ્ધ કર્યો હતો.
અહીં વનડેમાં શ્રીલંકાના પૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાના નામે હાઇ સ્કૉર નોંધાયેલો છે. તેને 1997માં ભારત વિરુદ્ધ રમાયેલી મેચોમાં 151* રનોની ઇનિંગ રમી હતી.
ક્યારે અને ક્યાંથો જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ 17 માર્ચે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પરથી કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -