નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે સીરીઝની બીજી મેચ રમવા મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચમાં કારમી હાર બાદ સીરીઝમાં ટકી રહેવા માટે આજે કોહલી એન્ડ કંપનીને જીત મેળવવી સૌથી વધુ જરૂરી છે. 14મી જાન્યુઆરીએ મુંબઇના વનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વનડેમાં કાંગારુ ટીમે ભારતીય ટીમને 10 વિકેટે માત આપી હતી. જેથી આજની મેચ ભારત માટે ઘરઆંગણે કરો યા મરો બની ગઇ છે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે.



બીજી વન ડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ ટેલિકાસ્ટ થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.



ભારતે ઓસ્ટ્રેલિયા સામે જાહેર કરેલી વન ડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત (વિકેટકિપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી