કેનબરાઃ ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 303 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ના રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે 5 વિકેટ ગુમાવીને ભારતે 50 ઓવરમાં 302 રન બનાવ્યા હતા. એક તબક્કે 152 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મોટો સ્કોર નહીં કરે તેમ લાગતું હતું. પણ અહીંથી બે ગુજરાતીએ બાજી પલટી હતી અને ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો.

હર્દિક પંડ્યાએ 76 બોલમાં અણનમ 92 રન અને જાડેજાએ 50 બોલમાં નોટ આઉટ રહીને 66 રન બનાવ્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 150 રનની પાર્ટનરશિપ કરી હતી.  જે ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં છઠ્ઠી વિકટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ છે. બંનેએ 108 બોલમાં 150 રન ઉમમેર્યા હતા.

આ સાથે પંડ્યા અને જાડેજાએ 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 1999માં રોબિન સિંહ અને સદાગોપન રમેશે છઠ્ઠી વિકેટ માટે 123 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ તેની વન ડે કરિયરનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો હતો.



આ ઉપરાંત બંનેએ ભારતીય ટીમ માટે છઠ્ઠી વિકેટ માટે ત્રીજી મોટી પાર્ટનરશિપ કરી હતી. 2015માં અંબાતી રાયડૂ અને સ્ટુઅર્ટ બિન્નીએ 160 રનની ભાગીદારી કરી હતી.  2005માં મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહે 158 રનની પાર્ટનરશિપ કરી હતી.