નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતીય ટીમે 302 રન બનાવ્યા, પ્રથમ બે મેચો હારી ચૂકેલી ટીમ ઇન્ડિયાને આજની મેચ જીતીને આબરુ બચાવવાનો સવાલ છે. વનડેમાં 300 રનનો સ્કૉર કરવા પાછળ બે ગુજરાતીઓને કમાલ છે. રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા. બન્ને ગુજરાતીએ કાંગારુઓને છેલ્લી ઓવરોમાં બરાબરના ધોયા અને ટીમના સ્કૉરને 302 સુધી પહોંચાડી ગયા.


હાર્દિક અને જાડેજાની બેટિંગ જોઇને સોશ્યલ મીડિયા પર ફેન્સ બન્નેનાન વખાણ કરવા લાગ્યા, અને પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકરને આડેહાથે લઇને તેને ટાર્ગેટ કરવા લાગ્યા, ફેન્સ માંજરેકર પર અવનવા વિચિત્ર મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મેચમાં ભારત તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 92 રન (76), રવિન્દ્ર જાડેજા 66 રન (50) બનાવ્યા હતા.



ખાસ વાત છે કે થોડાક દિવસો પહેલા સંજય માંજરેકરે ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જાડેજા અને હાર્દિકને વનડે ટીમમાંથી હાંકી કાઢવાની વાત કહી હતી. તેમને કહ્યું કે મે છેલ્લા કેટલાય વર્ષોમાં જે સિદ્ધાંત શિખ્યા છે, તેના પર મારુ સિલેક્શન અને વિચાર આધારિત છે.



સંજય માંજરેકરે કહ્યું મને જાડેજાથી કોઇપણ પ્રકારની કોઇ પરેશાન નથી, મને તે તેમના જેવા વ્હાઇટ બૉલ ક્રિકેટરો સામે પ્રૉબ્લમ છે. એટલે સુધી કે હાર્દિક પંડ્યા પણ મારી ટીમમાં નહીં હોઇ. મેં હંમેશા જાડેજાને ટેસ્ટ ફોર્મેટમાં પ્રાથમિકતા આપી છે. એટલે કે જાડેજાની સાથે સાથે હાર્દિક પંડ્યાને પણ સંજય માંજરેકર વનડે ટીમમાંથી કાઢી મુકવાની વાત કહી હતી.