India vs Australia 3rd Test: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 માર્ચથી ઈન્દોર ટેસ્ટ રમાશે. બંને ટીમો વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની આ ત્રીજી મેચ છે. ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ બે મેચમાં શાનદાર જીત નોંધાવીને 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પરંતુ ઓપનર કેએલ રાહુલનું ખરાબ ફોર્મ શરૂઆતની બંને ટેસ્ટમાં ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ બની રહ્યું છે.


કેએલ રાહુલે પ્રથમ બે ટેસ્ટની ત્રણ ઇનિંગ્સમાં માત્ર 35 રન બનાવ્યા છે. છેલ્લી બે મેચમાં કેએલ રાહુલને પણ વાઇસ કેપ્ટનશીપ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લી બે મેચ માટે બીસીસીઆઈએ રાહુલ પાસેથી વાઇસ કેપ્ટનશીપ પણ છીનવી લીધી છે. આવી સ્થિતિમાં હવે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવાનો ખતરો છે.


રાહુલની જગ્યાએ કોણ પ્રબળ દાવેદાર હશે


કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે બીજી ટેસ્ટ બાદ કેએલ રાહુલને ઘણો સપોર્ટ કર્યો હતો. આવી સ્થિતિમાં કેએલ રાહુલને ત્રીજી મેચમાં પણ તક આપવામાં આવે તેવી શક્યતા છે. જો ટીમ મેનેજમેન્ટે રાહુલને બહાર બેસાડ્યો તો તેની જગ્યાએ શુભમન ગિલ ઓપનિંગ માટે પ્રબળ દાવેદાર છે.


ગિલનો દાવો ખૂબ જ મજબૂત હોઈ શકે છે, પરંતુ સૂર્યકુમાર યાદવને પણ અવગણી શકાય નહીં. રાહુલની જગ્યાએ સૂર્યાને પણ તક મળી શકે છે. પરંતુ એવામાં એ જોવાનું રહેશે કે ઓપનિંગ ચેતેશ્વર પૂજારા કે વિરાટ કોહલી બેમાંથી કોણ કરશે.


ગિલે આ વર્ષે વનડેમાં બેવડી સદી ફટકારી છે.


શુભમન ગિલે તેની છેલ્લી પાંચ આંતરરાષ્ટ્રીય મેચમાં 2 સદી ફટકારી છે. ગિલે આ વર્ષે વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે 208 રનની બેવડી સદીની ઇનિંગ પણ રમી હતી. આવી સ્થિતિમાં ગિલ આ સમયે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે પ્રબળ દાવેદાર છે.


ઇન્દોર ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ-11


રોહિત શર્મા, કેએલ રાહુલ/શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.


IND vs AUS: ટેસ્ટ સીરીઝમાં વાપસી કરવા માટે જબરદસ્ત તૈયારીઓ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ 4 થી 5 કલાક સુધી સતત કરી પ્રેક્ટિસ


IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાની ટીમ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023માં 0-2 થી પાછળ છે, ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં હારથી બચવા માટે હવે ઓસ્ટ્રેલિયન ટીમે જબરદસ્ત પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમને હવે કોઇપણ ભોગો ઇન્દોર ટેસ્ટમાં જીત હાંસલ કરવી છે, અને આ માટે હવે તેઓ નેટ્સમાં પરસેવો પાડવા લાગ્યા છે. શુક્રવારે કાંગારુ ટીમના ખેલાડીઓએ સતત 4 થી 5 કલાક જબરદસ્ત પ્રેક્ટિસ કરી. 


ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે ઇન્દરોમાં નથી આવી, તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જ ઇન્દોર ટેસ્ટની પ્રેક્ટિસ કરવામાં લાગી છે. એક સૉર્સે એએનઆઇને બતાવ્યુ કે, શુક્રવારે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની તમામ ખેલાડીઓની સાથે અરુણ જેટલી સ્ટેડિયમમાં અભ્યાસ કરવા માટે પહોંચી હતી, ત્યાં તેમને 4 થી 5 કલાક સુધી સખત પ્રેક્ટિસ કરી. રવિવારે આ ટીમ ઇન્દોર માટે રવાના થઇ જશે. 


ઇન્દોરમાં સ્ટીવ સ્મિથ છે કાંગારુ ટીમના કેપ્ટન - 
ઇન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સ્ટીવ સ્મિથના હાથોમાં હશે. ખરેખરમાં, પેટ કમિ્ન્સ પારિવારિક કારણોસર આ ટેસ્ટમાં ઉપલબ્ધ નથી. પેટ કમિન્સની સાથે ડેવિડ વૉર્નર પણ આ મેચમાં નહીં જોવા મળે. તે ઇજાના કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. ગઇ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં બે ખેલાડીઓના બહાર થવાથી કાંગારુ ટીમને મોટો ફટકો પડ્યો છે. જોકે, હવે તેમની જગ્યાએ કોણે રિપ્લેસ કરે છે તે જોવાનુ રહ્યુ.