બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગમાં 369 રનનો પીછો કરતાં ભારતે બીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 44 અને ગિલ 7 રન બનાવી આઉટ થયા હતા.  હાલ પુજારા અને રહાણે મેદાનમાં છે. ટી લંચ બાદ વરસાદ પડતાં મેચ શરૂ થઈ શકી નહોતી. ત્રીજા દિવસની રમત અડધો કલાક વહેલા શરૂ થશે.



ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.



ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનીએ પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી 274 રન કર્યા હતા.. હાલ ચાર મેચની સીરિઝ 1-1થી બરાબર છે. જે આ મેચ જીતશે તેના નામે સીરિઝ થશે.

 ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત વી.સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન

 ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

રાશિફળ 16 જાન્યુઆરીઃ જાણો આજે કઈ રાશિના જાતકોને થશે લાભ, કોણ રાખવી પડશે સાવધાની