ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 336 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી ડેબ્યૂમેને શાર્દુલ ઠાકુરે સર્વાધિક 67 રન બનાવ્યા હતા. બીજા ડેબ્યૂમેનવ વોશિંગ્ટન સુંદર 62 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રોહિત શર્માએ 44 રન, પુજારાએ 25 રન, રહાણેએ 37 રન, મયંક અગ્રવાલે 38 રન, પંતે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને કમિંસને 2-2 સફળતા મળી હતી.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગમાં 369 રનનો પીછો કરતાં ભારતે બીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 44 અને ગિલ 7 રન બનાવી આઉટ થયા હતા. બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ