નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતને બ્રિસ્બેન ટેસ્ટમાં પછાડવા માટે કાંગારુ ટીમે ખાસ પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેનો આખેઆખો પ્લાન હવે ઊંધો પડ્યો છે. આ અંગેનો ખુલાસો ખુદ પાંચ વિકેટ લઇને તરખાટ મચાવાનરા ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડે કર્યો છે.

હેઝલવુડે ખુલાસો કરતા કરતાં કહ્યું કે, હુ માનુ છે કે ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો શ્રેય શાર્દૂલ ઠાકુર અને વૉશિંગટન સુંદરને આપવો જોઇએ, અમારી ટીમનો પ્લાન ભારતના પુંછડીયા ખેલાડીઓને જલ્દીથી પેવેલિયન મોકલવાનો હતો પરંતુ આ પ્લાનને અમે બરાબર લાગુ ના કરી શક્યા, અને શાર્દૂલ-સુંદરની જોડીના કારણે આ પ્લાન ઊંધો વળી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાના 369 રનની પહેલી ઇનિંગના સ્કૉરના જવાબમાં ભારતીય ટીમને સ્કૉર એક સમયે છ વિકેટ પર 186 રન હતો, પરંતુ ડેબ્યૂ મેચમાં વૉશિંગટન સુદરે જબરદસ્ત 62 રન અને શાર્દૂલ ઠાકુરે 67 રનની ઇનિંગ રમી, આ સાથે તેમને સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી દીધી હતી. આ બન્નેની રમતથી ઓસ્ટ્રેલિયાનો ભારતને સસ્તામાં ઓલઆઉટ કરીને મોટી લીડ મેળવવાની રણનીતિ નિષ્ફળ રહી હતી.

(ફાઇલ તસવીર)

ખાસ વાત છે કે મેચમાં જૉશ હેઝલવુડે 57 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી, તેને દિવસની રમત પુરી થયા બાદ એક વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેને કહ્યું કે, શાર્દૂલ અને વૉશિંગટનની ઇનિંગે અમારી રણનીતિ નિષ્ફળ બનાવી દીધી. અમે વિચાર્યુ હતુ કે જ્યારે 200 રને ભારત છ વિકેટ પર હતુ તો અમે તેમના પર હાવી હતા, પરંતુ બધુ આ બન્ને ખેલાડીઓએ શાનદાર બેટિંગથી ફેરવી દીધુ હતુ. અમે કદાચ તે સમયે યોગ્ય રીતે અમારી રણનીતિ લાગુ ના કરી શક્યા.