નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ટ્રો કરીને ભારતના ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધી હતા. આર અશ્વિન અને હનુમા વિહારીએ ઈજાગ્રસ્ત હોવા છતા બે સેશન સુધી બેટિંગ કરીને ભારતની આબરૂ બચાવી તેના કારમે ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ છે.


આ મેચ પતી પછી અશ્વિન મેદાન પર ખુશ થઈને સૌને ભેટ્યો હતો પણ અને ટેસ્ટ ડ્રો થયા બાદ હોટલના રૂમમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. અશ્વિનની પત્ની પૃથીએ એક અખબારને આપેલી મુલાકાતમાં દાવો કર્યો છે કે, સિડની ટેસ્ટ દરમિયાન અશ્વિન કમરના દુખાવાથી ભારે પરેશાન હતો છતા તે બેટિંગ માટે ઉતર્યો હતો. મારી પુત્રીએ તો તેને બેટિંગમાં જવાનીના પાડી હતી.છતા અશ્વિન બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. બેટિંગ કરવા જતા પહેલાં અશ્વિન ડ્રેસિંગ રૂમમાં ઉભો જ રહ્યો હતો કેમ કે તેને ખબર હતી કે, તે બેસી જશે તો ફરી ઉભો નહીં થઈ શકે.

ભારે દુઃખાવા સાથે રમ્યા પછી અશ્વિન અત્યંત ખુશ હતો. સાથે સાથે તેને દુઃખાવો પણ થતો હતો તેથી તે મેદાન પર બધાંને હસીને મળ્યો હતો પણ રૂમમાં જતાં જ રડી પડ્યો હતો. તે તરત દોડીને ફિઝિય પાસે ગયો હતો.

આ મેચ ડ્રો થયા પછી અશ્વિને તરત તેની પત્નિને ફોન કરીને કહ્યુ હતુ કે, મને લાગે છે કે, મારે ફિઝિયોના રુમમાં જવુ પડશે. અશ્વિનથી તે સમયે કમરથી નીચે ઝુકી શકાતુ પણ નહોતુ. તેણે કહ્યું કે, અશ્વિન બેટિંગ કેવી રીતે કરશે એ વિચારે હું ચિંતામાં હતી પણ અશ્વિનનો ચહેરો ટીવી સ્ક્રીન પર જોયો ત્યારે મને ખાતરી થઈ ગઈ હતી કે, હવે તે બેટિંગ કરવા માટે સક્ષમ છે. મને લાગતુ હતુ કે, હું ઈતિહાસ સર્જાતો જોઈ રહી છું. જેમ જેમ મેચ આગળ વધતી ગઈહતી તેમ તેમ મારો તનાવ પણ વધી રહ્યો હતો.