કોહલીના સ્થાને ચોથા નંબરે કોને બેટિંગમાં ઉતારવો તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે શુભમન ગિલને એ તક મળી શકે છે. શુભમન ગિલ હજુ સુધી એક પણ ટેસ્ટ નથી રમ્યો પણ તેના જોરદાર ટેમ્પરામેન્ટ જોતાં 21 વર્ષના શુભમને ટુ ડાઉન એટલે કે નંબર ફોર પર ઉતારાઈ શકાય છે.
શુભમન ગિલ ભારત વતી ત્રણ વન ડે ઈન્ટરનેશલ મેચ રમ્યો છે અને તેનો દેખાવ બહુ જોરદાર નથી. ત્રણ વન ડે મેચમાં તેણે કુલ 49 રન કર્યા છે. ન્યુઝીલેન્ડ પ્રવાસમાં તેને તક અપાઈ હતી.
ગિલનું સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર શુભમન ગિલને ડેટ કરી રહી છે. સારા અને શુભમન ગિલના અફેરની ચર્ચાઓ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. ગૂગલ પર શુભમન ગિલની પત્નીના નામના સર્ચ કરો તો સારાનું નામ દેખાતું હતું એ હદે બંનેના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં પહેલી ટેસ્ટની અડધી ટીમ હશે બહાર, જાણો ક્યા પાંચ ખેલાડીને સ્થાને રમશે બીજા ખેલાડી ?