ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી છે કે, ચોથી ટેસ્ટ બ્રિસબેનના ગાબામાં જ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોક્લેએ કહ્યું, અમે બીસીસીઆઈ પાસેથી આ મામલે સત્તાવારી રીતે કંઈ સાંભળ્યું નથી. અમે બીસીસીઆઈના લોકો સાથે રોજ વાત કરીએ છીએ અને અમે બ્રિસબેનમાં શું નિયમો હશે તે અંગે જણાવી દીધું છે.
હોક્લેએ કહ્યું, અમે સિડની અને બ્રિસબેનમાં સારો પ્રબંધ કર્યો છે અને નિર્ધારીત કાર્યક્રમ મુજબ અમે સિડનીમાં ત્રીજી અને બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ યોજવા તૈયાર છીએ. ટેસ્ટ મેચ માટે દરેક ખેલાડી સામાન્ય રીતે સવારે આઠ કે નવ વાગે મેદાન પર આવે છે અને સાંજે છ-સાત વાગ્યા સુધી મેદાન પર રહે છે. બાદમાં હોટલ પરત જતા રહે છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલ બંને ટીમો 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને 26 કરોડની ખંડણી વસૂલી માટે કેટલા વર્ષની થઈ જેલ, જાણો શું છે સમગ્ર મામલો
Coronavirus Strain: દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા કેટલી થઈ? જાણો વિગત