આ મેચમાં 15 વર્ષ બાદ ભારતના ડાબોડી બોલરે મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ટી નટરાજને 78 રનમાં 3 વિકેટ લીધી હતી. જે 15 વર્ષ બાદ ભારતના ડાબોડી ફાસ્ટ બોલરે કરેલું બીજા નંબરનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટી. નટરાજન એક જ ટૂર પર ટેસ્ટ, વનડે અને T-20 ડેબ્યુ કરનાર ભારતની પ્રથમ ખેલાડી બન્યો હતો. આ પહેલા 2005-06માં પાકિસ્તાન સામે આરપી સિંહે 89 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે એસ ન્યાલચંદે 1952-53માં ડેબ્યૂ મેચમાં 97 રનમાં 3 વિકેટ લીધી હતી.
ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા છે. હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચ નથી રમી રહ્યા. તેમના સ્થાને શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે, જે પૈકી ઠાકુર, નટરાજન, સુંદર ડેબ્યૂ કર્યુ હતું.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ