IND vs AUS, WC Final Score: વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત, છઠ્ઠી વખત જીત્યો વર્લ્ડકપ

India vs Australia LIVE Score: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Nov 2023 09:13 PM
IND vs AUS લાઇવ સ્કોર: માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી

માર્નસ લાબુશેને 99 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી છે. 40 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 225 રન છે. જ્યારે ટ્રેવિસ હેડ 114 બોલમાં 128 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs AUS ફાઇનલ: હેડે સદી ફટકારી

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે 34મી ઓવરમાં કુલદીપ યાદવના પાંચમા બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી. ઓસ્ટ્રેલિયાએ 34 ઓવરમાં ત્રણ વિકેટે 185 રન બનાવ્યા છે. હેડ 100 અને માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ છે.

IND vs AUS લાઇવ સ્કોર: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 167/3

30 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 167 રન છે. ટ્રેવિસ હેડ 82 બોલમાં 86 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. તેની સાથે માર્નસ લાબુશેન 71 બોલમાં બે ચોગ્ગાની મદદથી 37 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 120 રનની ભાગીદારી થઈ છે.

IND vs AUS લાઇવ સ્કોર: હેડ અને લાબુશેન વચ્ચે સદીની ભાગીદારી, સ્કોર 148/3

ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચે 121 બોલમાં 101 રનની ભાગીદારી છે. 27 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 148 રન છે.

IND Vs AUS લાઇવ સ્કોર: ટ્રેવિસ હેડની અડધી સદી

ટ્રેવિસ હેડે 58 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. લાબુશેન પણ 45 બોલમાં એક ચોગ્ગા સાથે 22 રન પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઝડપથી લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનને પાર

ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 100 રન થયા છે. હેડ 43 રન બનાવી રમત છે. લાબુશેન 14 રન બનાવી રમતમાં છે. 

Ind vs Aus લાઇવ સ્કોર: ફરી બોલિંગમાં બદલાવ

  રોહિતે ફરી એકવાર બોલિંગમાં બદલાવ કર્યો છે. મોહમ્મદ સિરાજને લાવ્યા છે. સિરાજની ઓવરમાં હેડે ચોગ્ગો માર્યો હતો. 17મી ઓવરમાં કુલ 6 રન થયા હતા.

IND vs AUS લાઇવ સ્કોર: ઓસ્ટ્રેલિયાનો સ્કોર 68/3

12 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 68 રન છે. ટ્રેવિસ હેડ 31 બોલમાં 22 રન અને માર્નસ લાબુશેન 14 બોલમાં ત્રણ રન બનાવીને રમી રહ્યો છે. પિચ સ્પિનરોને મદદ કરી રહી નથી.

Ind vs Aus વર્લ્ડ કપ 2023: સ્મિથ પેવેલિયન પરત ફર્યો

જસપ્રીત બુમરાહે ભારતને ત્રીજી સફળતા અપાવી. તેણે સાતમી ઓવરના છેલ્લા બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. સ્મિથ નવ બોલમાં ચાર રન બનાવીને LBW થયો હતો.

IND vs AUS Live Score: ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી, ડેવિડ વોર્નર આઉટ

ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ બીજી ઓવરમાં 16ના સ્કોર પર પડી હતી. મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યો હતો. વોર્નર ત્રણ બોલમાં માત્ર સાત રન બનાવી શક્યો હતો. શમીએ વિકેટ લેતા જ સ્ટેડિયમમાં હાજર દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 240 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે કેએલ રાહુલે સૌથી વધુ 66 રન અને વિરાટ કોહલીએ 54 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્માએ માત્ર 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જૉશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી. ભારતનો સ્કૉર 80 રન હતો ત્યારે પ્રથમ 10 ઓવરમાં તોફાની શરૂઆત થઈ હતી, પરંતુ રોહિત શર્માના આઉટ થયા બાદ રનની ગતિ થંભી ગઈ હતી. 11 થી 40 ઓવરની વચ્ચે ભારતીય બેટ્સમેનો માત્ર 2 બાઉન્ડ્રી ફટકારી શક્યા હતા. ઓસ્ટ્રેલિયન બૉલરોએ ચોક્કસ આયોજન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે દરેક ભારતીય બેટ્સમેન માટે અલગ આયોજન સાથે આવ્યા હતા. 

વર્લ્ડ ચેમ્પિયન બનવા કાંગારુઓને 241નો ટાર્ગેટ

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરની રમત રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયા 240 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, આ મેચમાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ 54 રન અને કેએલ રાહુલે 66 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. ખાસ વાત છે કે, આખી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. કાંગારુ કેપ્ટન પેટ કમિન્સે આઇસીસી વનડે વર્લ્ડકપની ફાઇનલ 2023માં ટૉસ જીતીને રોહિત એન્ડ કંપનીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. 

ભારતની 9મી વિકેટ પડી, સૂર્યકુમાર આઉટ

ભારતે 48મી ઓવરમાં 226ના સ્કૉર પર 9મી વિકેટ ગુમાવી દીધી છે. સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના બોલરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જોકે, પિચ પણ એકદમ ધીમી છે.

ભારતને આઠમો ઝટકો 

ટીમ ઈન્ડિયાએ 45મી ઓવરમાં 214ના સ્કૉર પર આઠમી વિકેટ ગુમાવી દીધી છે. એડમ ઝમ્પાએ જસપ્રીત બુમરાહને LBW આઉટ કરીને ભારતને આઠમો ઝટકો આપ્યો હતો.

ભારતની સાતમી વિકેટ પડી, શમી આઉટ

ભારતે 44મી ઓવરમાં 211ના સ્કૉર પર સાતમી વિકેટ ગુમાવી છે. મોહમ્મદ શમી 10 બૉલમાં એક ચોગ્ગાની મદદથી 6 રન બનાવીને આઉટ થયો હતો. 44 ઓવર પછી ભારતનો સ્કૉર 7 વિકેટે 213 રન છે. હવે સૂર્યકુમાર યાદવ છેલ્લી આશા છે. હાલમાં સ્ટેડિયમમાં સન્નાટો છે.

ટીમ ઈન્ડિયાનો સ્કૉર 200 રનને પાર

43 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 6 વિકેટે 211 રન છે. સૂર્યકુમાર યાદવ 19 બૉલમાં 12 અને મોહમ્મદ શમી 6 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. પિચ એકદમ ધીમી છે. જેના કારણે અહીં રન બનાવવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે.

ભારતને છઠ્ઠો ઝટકો, કેએલ રાહુલ આઉટ

ભારતે 42મી ઓવરમાં 203ના સ્કોર પર 6ઠ્ઠી વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ 107 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તે મિચેલ સ્ટાર્કના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. 42 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટે 207 રન છે.

ભારતનો સ્કૉર 182/5

38 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 5 વિકેટે 182 રન છે. હવે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાની છેલ્લી આશા છે. રાહુલ 96 બોલમાં 58 રન બનાવીને રમતમાં છે. જ્યારે સૂર્યા છ બોલમાં એક રન પર છે.

ભારતને પાંચમો ઝટકો, રવિન્દ્ર જાડેજા આઉટ

ભારતીય ટીમની અડધી ટીમ માત્ર 178ના સ્કૉર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. જોશ હેઝલવુડે 36મી ઓવરમાં ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. તેણે રવિન્દ્ર જાડેજાને સ્ટમ્પ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. જાડેજા 22 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. હવે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે.

કેએલ રાહુલની ફિફ્ટી 

કેએલ રાહુલે 86 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે ધીરજ સાથે બેટિંગ કરી રહ્યો છે. કોહલીએ પોતાની અડધી સદીની ઇનિંગ્સમાં માત્ર એક ચોગ્ગો ફટકાર્યો છે. 35 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ચાર વિકેટે 173 રન છે. રવિન્દ્ર જાડેજા 20 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે.

ટીમ ઈન્ડિયાનો સ્કૉર 165/4

33 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 165 રન છે. કેએલ રાહુલ 80 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 47 રને રમી રહ્યો છે. તેની સાથે રવિન્દ્ર જાડેજા 14 બોલમાં 6 રન પર છે. અત્યાર સુધી બંને વચ્ચે 27 બોલમાં 17 રનની ભાગીદારી થઈ છે.

કેએલ રાહુલ ફિફ્ટીની નજીક

કેએલ રાહુલે હવે વધુ સમય રમવું પડશે. તે 76 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 45 રન બનાવી રહ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા 12 બોલમાં પાંચ રને રમતમાં છે. અત્યાર સુધી બંને વચ્ચે 21 બોલમાં 14 રનની ભાગીદારી થઈ છે. 32 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ચાર વિકેટે 162 રન છે.

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 158-4

31 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર ચાર વિકેટે 158 રન છે. કેએલ રાહુલ 74 બોલમાં 43 રન અને રવિન્દ્ર જાડેજા 8 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યો છે. છેલ્લી 21 ઓવરમાં માત્ર એક બાઉન્ડ્રી આવી છે.

મોદી સ્ટેડિયમમાં સન્નાટો, વિરાટ કોહલી આઉટ

ટીમ ઈન્ડિયાને 29મી ઓવરમાં 148 રનના સ્કૉર પર મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી 63 બૉલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટને પેટ કમિન્સે બૉલ્ડ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા હવે સ્ટ્રૉન્ગ ઝૉનમાં આવી ગઇ છે.

97 બૉલ બાદ આવી બાઉન્ડ્રી 

27મી ઓવરમાં 97 બૉલમાં બાઉન્ડ્રી આવી. કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો. 27 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 142 રન છે. કેએલ રાહુલ 63 બોલમાં 34 અને કિંગ કોહલી 58 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યા છે.

વિરાટ કોહલીની શાનદાર ફિફ્ટી

વિરાટ કોહલી સેમિ ફાઈનલ અને ફાઈનલમાં 50 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. ફાઈનલમાં કિંગ કોહલીએ 56 બૉલમાં ફિફ્ટી ફટકારી છે. આ પહેલા તેણે સેમિ ફાઈનલમાં સદી ફટકારી હતી. કોહલીએ પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

ભારતની ધીમી બેટિંગ, કોહલી-રાહુલ ક્રિઝ પર

રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતના રનની ગતિમાં ભારે ઘટાડો થયો છે. લગભગ 14 ઓવર સુધી કોઈ બાઉન્ડ્રી નથી. 24 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 128 રન છે. કેએલ રાહુલ 52 બોલમાં 24 અને વિરાટ કોહલી 51 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે.

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 121-3

22 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 121 રન છે. ભારતીય બેટ્સમેનો લાંબા સમયથી બાઉન્ડ્રી ફટકારી શક્યા નથી. કેએલ રાહુલ 50થી ઓછા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. જ્યારે કિંગ કોહલી 45 બોલમાં 22 રન બનાવીને રમતમાં છે.

10 ઓવરમાં 80 રનનો સ્કૉર, 20 ઓવરમાં 115 રન પર પહોંચ્યો 

10 ઓવર અને 20 ઓવરની વચ્ચે માત્ર 35 રન જ બન્યા હતા. આ 10 ઓવરમાં કોઈ બાઉન્ડ્રી ફટકારવામાં આવી નથી. કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 59 બોલમાં માત્ર 34 રનની ભાગીદારી થઈ હતી. પ્રથમ 10 ઓવર ભારતના નામે હતી અને પછીની 10 ઓવર ઓસ્ટ્રેલિયાના નામે હતી. 20 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 115 રન છે.

ભારતની ધીમી બેટિંગ, 54 બૉલમાં કોઈ બાઉન્ડ્રી ના આવી 

ટીમ ઈન્ડિયાના રનની ગતિ થંભી ગઈ છે. ઘણા સમયથી બાઉન્ડ્રી આવી નથી. છેલ્લી બાઉન્ડ્રી 54 બૉલ પહેલા ફટકારવામાં આવી હતી. 19 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 113 રન છે. વિરાટ કોહલી 40 બોલમાં 38 અને કેએલ રાહુલ 33 બોલમાં 18 રને રમી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાનો સ્કૉર 100 રનને પાર

વિરાટ કોહલી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી રહ્યો છે. સાથે કેએલ રાહુલ પણ દમદાર સાથ આપી રહ્યો છે. આ બંને વચ્ચે 34 બોલમાં 20 રનની ભાગીદારી છે. 16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર ત્રણ વિકેટે 101 રન છે. કોહલી 34 અને રાહુલ 10 રને રમી રહ્યા છે.

કોહલી અને રાહુલ પાસેથી મોટી આશા

વિરાટ કોહલી અને કેએલ રાહુલ હવે સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે. 14 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર ત્રણ વિકેટે 94 રન છે. કોહલી 29 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી 30 રન અને કેએલ રાહુલ 14 બૉલમાં કોઈ પણ બાઉન્ડ્રી વિના 7 રન બનાવીને રમતમાં છે.

એડમ ઝમ્પાની ઓવરમાં પાંચ રન આવ્યા

ગીલ, રોહિત અને અય્યરને આઉટ કર્યા બાદ હવે ભારતને મોટા સ્કોર સુધી લઈ જવાની જવાબદારી વિરાટ કોહલી પર છે. કિંગ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. એડમ ઝમ્પાએ 12મી ઓવર નાખી. આ ઓવરમાં પાંચ સિંગલ્સ આવ્યા. 12 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 87 રન છે.

ભારતની ઇનિંગ કથળી, અય્યર આઉટ 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંપૂર્ણ મૌન છે. બધા દર્શકો મૌન છે અને તેનું કારણ શ્રેયસ અય્યર પણ આઉટ થઇને બહાર થઇ ગયો છે. અય્યર પેટ કમિન્સના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. તે ત્રણ બોલમાં 4 રન જ બનાવી શક્યો હતો. ભારતના ત્રણ મહત્વના બેટ્સમેન 11મી ઓવરમાં 81ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા છે.

ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, રોહિત આઉટ

ભારતની બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી. તે 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન મેક્સવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વિરાટ 23 રન અને શ્રેયસ અય્યર 4 રન સાથે રમી રહ્યા છે. ભારતે 10 ઓવરમાં 80 રન બનાવ્યા છે.

રોહિત-કોહલી કરી રહ્યા છે શાનદાર બેટિંગ 

ભારતે 7 ઓવર પછી 54 રન બનાવ્યા હતા. રોહિત અને કોહલીએ ટોપ ગિયર સેટ કરી લીધા છે. કોહલી 13 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત 22 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે.

5 ઓવર બાદ ટીમ ઇન્ડિયા

શુભમન ગીલના આઉટ થયા બાદ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો હતો. હવે વિરાટ અને રોહિતના ખભા પર મહત્વની જવાબદારી છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ 4 ઓવરમાં બેકફૂટ પર આવી ગયું હતું. પરંતુ વિકેટ પડતાની સાથે જ મેચનો માર્ગ બદલાઈ ગયો. ભારતે 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 37 રન બનાવી લીધા છે.

ભારતને પ્રથમ ઝટકો, ગીલ આઉટ

ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો. કાંગારૂ બૉલર મિચેલ સ્ટાર્કે શુભમન ગીલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગૉલ 7 બોલમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 4.2 ઓવર બાદ 30 રન બનાવ્યા છે.

રોહિતની તોફાની બેટિંગ 

રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ શરૂ કરી છે. તેને 19 બોલમાં 25 રન બનાવ્યા છે. રોહિતે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે. શુભમન ગીલ 4 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 4 ઓવરમાં 30 રન બનાવ્યા છે.

રોહિતે બીજી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા 

રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. તેણે બીજી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત 12 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 2 ઓવર પછી કોઈ નુકશાન વિના 13 રન બનાવ્યા હતા.

પ્રથમ ઓવરમાં ટીમ ઈન્ડિયાના 3 રન 

ભારતીય ટીમે પ્રથમ ઓવરમાં 3 રન બનાવ્યા છે. રોહિત શર્મા 6 બૉલમાં 3 રનના અંગત સ્કૉર પર રમી રહ્યો છે. શુભમન ગીલ હજુ ખાતું ખોલાવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયન ટીમ બૉલિંગ આક્રમણમાં જૉશ હેઝલવુડને લઈને આવી છે. ફાઈનલ મેચ માટે સ્ટેડિયમ દર્શકોથી ભરચક છે.

ભારતીય ટીમની બેટિંગ શરૂ

ભારતીય ટીમ વર્લ્ડકપ ફાઇનલ મેચમાં પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે, ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. અત્યારે ટીમ ઇન્ડિયાના ઓપનર તરીકે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ક્રિઝ પર છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જૉશ ઈંગ્લિસ (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જૉશ હેઝલવુડ.

ટીમ ઈન્ડિયામાં કોઇ ફેરફાર નહીં 

ભારતની પ્લેઈંગ ઈલેવન:- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો, પહેલા ભારતીય ટીમની બેટિંગ

ભારત સામેની ફાઈનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

કેવો છે અમદાવાદની પીચનો મિજાજ

પિચ રિપોર્ટ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કાળી માટીની પીચ પર રમાશે. આ એ જ પીચ છે જેનો ઉપયોગ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી લીગ મેચમાં કરવામાં આવ્યો હતો. મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું અને લગભગ 20 (19.3) ઓવર બાકી હતી. આ મેદાન પર પાછળથી બેટિંગ કરનારી ટીમને થોડો ફાયદો છે, કારણ કે છેલ્લી 10 મેચોમાં રનનો પીછો કરતી ટીમોએ તેમાંથી 6માં જીત મેળવી છે. મેદાન બોલરો માટે પણ મદદરૂપ સાબિત થાય છે. વર્લ્ડ કપના લીગ તબક્કામાં આ મેદાન પર કુલ 4 મેચ રમાઈ હતી, જેમાં ફાસ્ટ બોલરોએ 35 વિકેટ લીધી હતી જ્યારે સ્પિનરોએ 22 વિકેટો લીધી હતી. ભલે સ્પિનરો વિકેટ લેવામાં પાછળ રહી ગયા હોય, પરંતુ અહીં સ્પિનરો માટે મદદ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ ઈંગ્લેન્ડ સામે 3 અને ભારતીય સ્પિનર ​​કુલદીપ યાદવે પાકિસ્તાન વિરુદ્ધ 2 વિકેટ ઝડપી હતી.

ફાઈનલ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

ગુજરાત સહિત દેશભરમાં હવન

આજની મેચને લઈ ગુજરાતના ઘણી શહેરો, નગરો, ગામડાઓ સહિત દેશભરમાં ઠેકઠેકાણે હવનના આયોજન થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત માટે બેંગલુરુમાં વિશેષ પૂજા કરવામાં આવી.





વિરાટ કોહલી આજે રચશે ઇતિહાસ

વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અત્યાર સુધી ત્રણ ફાઈનલ રમ્યું છે, જેમાંથી ભારતે 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રૉફી જીતી છે. વનડે વર્લ્ડકપમાં વિરાટ કોહલીની આ બીજી ફાઇનલ મેચ હશે. આ પહેલા તેણે વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ રમી હતી. આ સાથે તે વર્લ્ડકપમાં બે ફાઇનલ મેચ રમનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બની જશે. તેના પહેલા સચિન તેંદુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન અને હરભજન સિંહ વર્લ્ડકપમાં 2 ફાઈનલ મેચ રમી ચૂક્યા છે.

ગૂગલે ભારત-ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છાઓ 

ડૂડલમાં શું છે ખાસ 
ગૂગલે તેના ડૂડલ દ્વારા ફાઈનલ મેચ વિશે ખાસ મેસેજ આપ્યો છે. આમાં ગૂગલના બીજા 'O' ને વર્લ્ડકપનો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે બાકીના લેટર્સને ખેલાડીઓના રેન્કિંગની જેમ શણગારવામાં આવ્યા છે. Google ના L ને બેટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે જ્યારે પૃષ્ઠભૂમિમાં સ્ટેડિયમ અને સ્ટેમ્પ સાથેના ક્રિકેટના દ્રશ્યો દેખાઇ રહ્યાં છે. તેના ડૂડલ વિશે જણાવતાં ગૂગલે કહ્યું કે, આજનું ડૂડલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023ના ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે વધુમાં જણાવ્યું હતું કે, "આ વર્ષે ભારતે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સહિત 10 નેશનલ ટીમોને હરાવી છે, અને હવે તે ફાઈનલ મેચમાં આવી ગઈ છે. ફાઇનલિસ્ટને શુભેચ્છાઓ! "

શાનદાર ફોર્મમાં છે વિરાટ કોહલી

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તે ODI વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. આ સિઝનમાં ત્રણ સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં 117 રનની ઇનિંગ રમી હતી. આ તેની ODI ક્રિકેટમાં 50મી સદી હતી. આ સાથે તે ODI વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં સતત 9 મેચ જીતીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ સતત મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસી શકે છે 1.32 લાખ દર્શકો 

દરમિયાન, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્પૉર્ટ્સ એન્ક્લેવમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં 132,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ ક્ષમતા અનુસાર આ સ્ટેડિયમની ગણતરી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનોમાં થાય છે. આ મેદાન પર પોતાની જીતનો ઝંડો ફરકાવવા માટે બે મહાન ક્રિકેટ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચમાં ટકરાવા માટે તૈયાર છે.

આજે વરસાદ પડવાની કોઇ શક્યતા નથી 

ભારતીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રવિવારે અમદાવાદનું હવામાન ક્રિકેટ માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેશે. બંને ટીમો માટે પિચ પર એકબીજાનો સામનો કરવા માટે હવામાન એકદમ યોગ્ય રહેશે. તેજસ્વી સૂર્યપ્રકાશ અને સ્વચ્છ આકાશ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની પુરેપુરી શક્યતા છે. હવામાન વિભાગે રવિવારે વરસાદ નહીં પડવાની આગાહી કરી છે, જેમ જેમ મેચ આગળ વધે તેમ સાંજે ભેજનું પ્રમાણ વધવાની ધારણા છે. આસાન શબ્દોમાં કહીએ તો  વરસાદને કારણે મેચમાં કોઈ વિક્ષેપ પડવાની કોઈ શક્યતા નથી.

ભારતના વિજય માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરવામાં આવી પૂજા

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમની જીત બદલ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે પ્રાર્થના કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે ભારત રમતગમતના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બને. અમને આશા છે કે ભારત આજની અંતિમ મેચ જીતશે.

2003ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લેવાની તક






હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને પાઠવી શુભકામના

સેલેબ્સ અને વીઆઇપીનો જમાવડો 

ફાઈનલ મેચ જોવા માટે માત્ર ભારતમાંથી લાખો ક્રિકેટ પ્રેમીઓ જ નહીં પરંતુ દેશ અને દુનિયાના સેંકડો વીઆઈપી મહેમાનો પણ હાજર રહેશે. આમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન કમ સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સની હાજરી સમાચારોમાં છે. ચાલો તમને જણાવીએ કે ક્રિકેટ વર્લ્ડ કપની આ શાનદાર મેચમાં કયા કયા મોટા ચહેરાઓ ભાગ લેવા જઈ રહ્યા છે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે.

દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ મેચ 

ગુજરાતના અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ પહેલા સમગ્ર અમદાવાદ શહેરમાં ક્રિકેટ ચાહકોનો પુર આવ્યો હતો. એરોપ્લેન અને પ્રીમિયમ ટ્રેનોની ભીડ એક તરફ છે. બીજી તરફ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા દોડતા લગભગ તમામ વાહનોમાં ક્રિકેટપ્રેમીઓની ભારે ભીડ જોવા મળે છે.

વર્લ્ડ ચેમ્પિયન બનવા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ રહી છે, આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે, ભારત ત્રીજીવાર વનડે વર્લ્ડકપ ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે તો ઓસ્ટ્રેલિયન ટીમ ફરી એકવાર પોતાનો દબદબો કામમ કરવા પ્રયાસ કરશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી છે, કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પહેલીવાર ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી છે.

બ્રેકગ્રાઉન્ડ

India vs Australia LIVE Score: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઇ હતી.  મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી.  ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મહામુકાબલામાં ભારતને 6 વિકેટથી હાર આપી વર્લ્ડકપ જીતી લીધો છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.