નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ગ્રાઉન્ડ પર ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આજે ચોથા દિવસના અંતે ભારત પર હારનો ખતરો સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ છ વિકેટ ગુમાવીને 312 રન બનાવીને ડિકલેર કરી દીધી, અને આ સાથે ભારતને 407 રનોનો વિશાળ લક્ષ્ય આપી દીધો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ચોથા દિવસના અંતે બન્ને ઓપનરોની વિકેટો ગુમાવીને 98 રન બનાવી શકી.


ખાસ વાત છે કે સિડની ટેસ્ટમાં ભારત પર સ્પષ્ટ રીતે હારનો ખતરો તોળાતો દેખાઇ રહ્યો છે. ભારતને પાંચમા દિવસે બેટિંગ કરીને હજુ પણ 309 રન બનાવવાના છે, જે ભારત માટે લગભગ અશક્ય સાબિત થઇ શકે છે, કેમકે ભારતીય ઇનિંગ દરમિયાન બે સ્ટાર બેટ્સમેન બેટિંગ કરવા મેદાન પર નહીં ઉતરી શકે.

રિપોર્ટ પ્રમાણે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇજાગ્રસ્ત હોવાથી બેટિંગ નહીં કરે. રિપોર્ટનુ માનીએ તો ઇજાગ્રસ્ત જાડેજાની જગ્યાએ સબ કન્ટેન્ડ ખેલાડી તરીકે રિદ્ધિમાન સાહા બેટિંગ કરવા આવી શકે છે, જ્યારે ઋષભ પંતનુ બેટિંગ કરવા ફિજીયોના નિર્ણય પર આધારિત છે, આમ બન્ને ખેલાડી મેદાન પર નહીં આવી શકે એમ માનવામાં આવી રહ્યું છે.

બન્ને ખેલાડીઓની ઇજા.....

રવિન્દ્ર જાડેજા-
ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ડાબા અંગૂઠામાં ફ્રેક્ચરના કારણે બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાનારી સીરિઝની અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજાના ડાબા હાથના અંગૂઠામાં ડિસ્લોકેશન અને ફ્રેક્ચર છે. તેના માટે બેટિંગ કરવું મુશ્કેલ રહેશે. ઓછામાં ઓછા બેથી ત્રણ અઠવાડિયા રમતથી દૂર રહેશે. તેથી તે અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જાડેજાએ અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે ઝડપથી રમતા 27 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતાં જાડેજાએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

રિષભ પંત-
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પંત કમિંસનો બોલ પર પુલ શોટ ફટકારવાના પ્રયાસમાં તે ચુકી ગયો હતો અને બોલ તેના જમણા હાથની કોણીમાં વાગ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન રિષપ પંતને સ્કેન માટે મોકલવામાં આવ્યો હતો. જો કે, પંત પણ બીજી ઇનિંગમાં બેટિંગ કરશે કે નહીં તે પણ નક્કી નથી.