સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 407 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. ભારતીય ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 71 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન એક મોટો રેકોર્ડ બન્યો હતો. ભારતના બંને ઓપનરો ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં 20 કે તેથી વધુ ઓવર રમ્યા હોય તેવી ઘટના 16 વર્ષ બાદ બની હતી.


પ્રથમ ઈનિંગમા રોહિત શર્મા અને ગિલે 27 ઓવરમાં 70 રનની ભાગીદારી કરી હતી. જ્યારે બીજી ઈનિંગમાં બંનેએ 22.1 ઓવરમાં 71 રન ઉમેર્યા હતા. ભારતના બંને ઓપનરો ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં 20 કે તેથી વધુ ઓવર રમ્યા હોય તેવી ઘટના છેલ્લે 2004-05માં બની હતી. તે સમયે બેંગ્લુરુમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાના ઓપનર સેહવાગ અને ગંભીરે આ કારનામું કર્યુ હતું. બંનેએ પ્રથમ ઈનિંગમાં 23.2 ઓવર અને બીજી ઈનિંગમાં 23.4 ઓવર રમ્યા હતા.

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.  પેની 39 રને નોટ આઉટ રહ્યો હતો. ગ્રીન 84 રન અને  સ્મિથ 81 રન બનાવી આઉટ થયા હતા.  લાબુશાનેએ 73 રનનું યોગદાન આપ્યું હતું.  ભારત તરફથી સૈની અને અશ્વિનને 2-2 તથા બુમરાહ અને સિરાજને 1-1 સફળતા મળી છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.

ભારતીય ટીમ

શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની

ઓસ્ટ્રેલિયાની ટીમ

ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ