સિડનીઃ પ્રથમ ટી20માં ભારતની શાનદાર જીત બાદ આજેની બીજી ટી20માં પણ ટીમ ઇન્ડિયા કાંગારુઓને માત આપવા પુરેપુરા પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા પાસે  બીજી ટી-20 જીતીને સીરિઝ પોતાના નામે કરવાનો મોકો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આજની મેચ કોઈપણ હિસાબે જીતવી ફરજિયાત છે. ઓસ્ટ્રેલિયાનો સૌથી અનુભવી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે તે નિશ્ચિત છે. આજે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયા ફાસ્ટ બોલિંગમાં શમીના સ્થાને બુમરાહને સ્થાન આપી શકે છે. વોશિંગ્ટન સુંદર અને ચહલ સ્પિન ડિપાર્ટમેન્ટ સંભાળશે. આજની મેચમાં પણ જે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરશે તેમ માનવામાં આવે છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી,. સંજુ સેમસન, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, મોહમ્મદ શમી/જસપ્રીત બુમરાહ, ટી નટરાજન અને દીપક ચાહર

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

એરોન ફિંચ, ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ, મોસેસ હેનરિક્સ, સીન એબોટ, એન્ડ્ર ટાઇ, મિચેલ સ્વેપ્સન, એડમ ઝંપા, જોશ હેઝલવુડ

મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત આંદોલનના નેતા જોગિંદર સિંહ ઉમરાહ કોણ છે આર્મી જવાનમાંથી કઈ રીતે બન્યા ખેડૂત નેતા ? 

પગારદારો માટે મોટી જાહેરાત, જાણો હવે કંપનીઓએ કઈ રીતે કાપવો પડશે ટેક્સ ? કેટલા પગાર પર કપાશે કેટલો TDS ?