ઉલ્લેખનીય છે કે ભારત ત્રણ ટી20 સીરીઝમાં પહેલાથી જ 1-0થી લીડ બનાવી ચૂક્યુ છે, અને આજની મેચ જીતીને ટી20 સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે.
ખાસ વાત છે કે ચહલ પ્રથમ ટી20ની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન હતો, પરંતુ જાડેજાને બેટિંગ દરમિયાન માથામાં સ્ટાર્કનો બૉલ વાગતા, તે ફિલ્ડિંગ દરમિયાન મેદાન પર ન હતો આવી શક્યો, અને તેની જગ્યાએ આઇસીસીના કન્ક્શન નિયમ પ્રમાણે યુજવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. ચહલે મેચમાં ધમાલ મચાવતી બૉલિંગ કરીને કાંગારુ ટીમને હારનો સામનો કરાવ્યો હતો. ખાસ વાત છે કે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતરેલા ચહલે મેચમાં કમાલ કર્યો, ચહલે મેચમાં 4 ઓવરો ફેંકી અને 25 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી.
(ફાઈલ તસવીર)
ચહલે કાંગારુ ટીમને ધ્વસ્ત કરતાં એરોન ફિન્ચ 35 રન, સ્ટીવ સ્મિથ 12 રન અને મેથ્યૂ વેડ 7 રને પેવેલિયન મોકલી દીધા હતા. આ ત્રણેય સ્ટાર ખેલાડીઓની વિકેટ લેવાના કારણે ચહલ જીતનો હીરો બન્યો હતો. ચહલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ચહલ મેચ વિનર સાબિત થયો હતો.