નવી દિલ્હીઃ ભારત સામે બીજી ટી20 પહેલા કાંગારુ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બૉલર મિચેસ સ્ટાર્ક ટી20 સીરીઝ છોડીને ઘરે જતો રહ્યો છે, હવે તે સીરીઝની આગામી બન્ને મેચો નહીં રમે. રિપોર્ટ્સ અનુસાર સ્ટાર્ક પોતાના પરિવારના એક સભ્ય બિમાર હોવાના કારણે ઓસ્ટ્રેલિયાઈ ટીમ સાથે કેનબરાથી સિડની પહોંચ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ સ્ટાર્કના રિપ્લેસમેન્ટ તરીકે હજુ કોઈ ખેલાડીની જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે, સ્ટાર્ક બહાર થયો તે પહેલા પેટ કમિન્સને ટી20 સીરિઝમાંથી આરામ આપવાનો નિર્ણય કરાયો હતો. તે સિવાય ડેવિડ વોર્નર અને એશ્ટન એગર પણ ઈજાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. પ્રથમ ટી20 મેચમાં કેપ્ટન ફિંચ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને તે બીજી મેચ રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે બેકએપ તરીકે એન્ડ્ર્યૂ ટાઈ અને ડેનિયલલ સેમ્સ છે. આ બન્નમાંથી કોઈ એક ખેલાડીને આજે પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર્કની જગ્યાએ સામેલ કરી શકે છે. મિશેલ સ્ટાર્ક 17 ડિસેમ્બરથી શરુ થનારી ટેસ્ટમાં રમશે કે નહીં તેને લઈને પણ હજુ કહી શકાય એમ નથી.



સ્ટાર્ક શનિવારથી જ ઓસ્ટ્રેલિયાઈ ટીમના બાયો બબલથી અલગ થઈ ગયો હતો. સ્ટાર્કના ટીમ મેનેજમેન્ટે પોતાના પરિવારના એક સભ્ય બિમાર હોવાની જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયાઈ કોચ જસ્ટિન લેંગરે કહ્યું હતું કે, પરિવાર થી વધારે બીજુ કંઈ પણ મહત્વપૂર્ણ નથી અને સ્ટાર્ક આ મામલે અલગ કઈ રીતે હોઈ શકે.

ભારત - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટી20 મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે.